પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના ઘુલેમાં ચૂંટણી રેલી સંબોધતી વખતે કહ્યું કેટલાક લોકોની રાજનીતિ માત્ર લુંટનો આધાર છે. મહાવિકાસની આધડીના વાહનમાં માત્ર ડ્રાઇવર સીટ માટે જ લડાઇ છે. તેમી કારમાં ન તો વ્હીલ છે કે ન તો બ્રેક્સ.
પીએમ મોદીએ કહ્યું મહારાષ્ટ્રમાં જરુરી સુશાસન માત્ર મહાયુક્તિ સરકાર જ આપી શકે છે. બીજી રફ મહા આધાડીના વાહનમાં વ્હીલ, બ્રેક અને ડ્રાઇવર પણ નથી. તેની કાર કોણ ચલાવશે એ પણ સવાલ છે. આમારા જેવા લોકો પ્રજાની સેવા કરવા માટે રાજકારણમાં આવ્યા છે. જ્યારે અન્ય લોકોને ઇરાદો ફક્ત લોકોને લુંટવાનો જ છે. આવા લોકો જ વિકાસના કામો અટકાવે છે. તેમજ દરેક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કરે છે.
મહાયુતિ સરકાર કેન્દ્ર સરકારના વિઝનને આગળ વધારી રહી છે – PM મોદી
વડા પ્રધાને ધુળેમાં કહ્યું હતું કે ‘વિકસિત મહારાષ્ટ્ર’ અને વિકસિત ભારત માટે, આપણી મહિલાઓને સશક્ત બનાવવી અને તેમનું જીવન સરળ બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે સમાજ ઝડપથી આગળ વધે છે. મેં મહિલા સશક્તિકરણ માટે તમામ અવરોધો દૂર કર્યા છે. મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર કેન્દ્ર સરકારના વિઝનને આગળ ધપાવી રહી છે.
મહારાષ્ટ્રના લોકોએ મને સમર્થન આપ્યું
પીએમ મોદીએ કહ્યું જ્યારે પણ મે મહારાષ્ટ્ર પાસેથી સમર્થન માગ્યું છે, લોકોએ હંમેશા ઉદારતાથી આશીર્વાદ આપ્યા છે. 2014ની વિધાનસભા ચૂંટણી દરમિયાન હું ધુલે આવ્યો હતો. અને ભાજપની જીત માટે વિનંતી કરી હતી. અને લોકોએ ભાજપની સફળતા સુનિશ્વિત કરીને તેને સાકાર કરી હતી.
કોંગ્રેસ જાતિઓ વચ્ચે લડે છે પીએમ મોદી
પીએમ મોદીએ કોંગ્રેસ પર જાતિઓમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો હતો કે પાર્ટી અનુસૂચિત જાતિ, આદિવાસીઓ અને અન્ય પછાત સમુદાયોની પ્રગતિને સહન કરી શકે નહીં. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ સંઘર્ષને પ્રોત્સાહન આપવા અને આ સમુદાયોના વિકાસને નબળો પાડવાની કોંગ્રેસની વ્યૂહરચનાનો એક ભાગ છે.