सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધર્મના નામે ધતિંગ - ચાણસ્મામાં સગીરા પર દુષ્કર્મ આચરનારા નરાધમ ભૂવાને મોકલાયો ત્રણ દિવસના રિમાન્ડ પર, ભત્રીજાની પણ ધરપકડ

પાખંડી ભૂવાએ સગીરા સાથે અશ્લિલ વીડિયો પણ બનાવ્યો હતો

Jashubhai solanki
  • Sep 24 2024 11:25AM

પાટણ જિલ્લાના ચાણસ્મામાં સગીરા પર દુષ્કર્મ આચરી નરાધમ ભૂવાએ વીડિયો પણ બનાવ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી, ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસ ફરિયીદ બાદ ભૂવાના 3 દિવસના રિમાંડ મંજુર થયા છે, અને તેમના ભત્રિજાની પણ ઘરપકડ કરી છે.

 પાટણના ચાણસ્મા તાલુકામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનારા મહેસાણાના ઉપરચી ગામના નરાધમ ભૂવા ભગા ચૌધરીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ભગા ચૌધરીના રિમાન્ડ મેળવી પ્રાથમિક પૂછપરછ કરતા ફરિયાદ બાદ પોલીસ પકડથી બચવા તેના ભત્રીજાના ઘરે ભાગી છૂટ્યાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે ભૂવાને મદદ કરનારા અને મહેસાણામાં રહેતા ગૌરવ ચૌધરીને પણ મોડી સાંજે ઉઠાવી લીધો હતો. ભગા ઉર્ફે શંકર ચૌધરી નામના ભૂવાએ એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ પાખંડીએ સગીરા સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

 પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે ભત્રીજાએ ઢોંગી ભૂવાને મોબાઈલ ડેટા ડિલિટ કરવાની પણ સલાહ આપી હતી. વધુમાં પોલીસે દુષ્કર્મ આચરવા માટે જે કારનો ઉપયોગ કરાયો હતો તે કારને પણ જપ્ત કરી લીધી છે. તેમજ કારના માલિકને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.

 રિમાન્ડમાં પોલીસ પૂછપરછમાં  ઢોંગી ભૂવા ભગા ચૌધરીએ જણાવ્યું હતું કે મને ખબર પડી કે પોલીસ મને શોધી રહી છે ત્યારે મે સંતાવવા માટે તેના ભત્રીજાની મદદ લીધી હતી. મહેસાણામાં રહેતા ગૌરવ ઈશ્વરભાઈ ચૌધરી પોલીસથી બચાવવા માટે તેના સગા કાકાની મદદ કરી હતી. ભગા ચૌધરીની રહેવા તેમજ જમવા સાથે છૂપાવવામાં મદદ કરી હતી. ચાણસ્મા પોલીસે પાટણ પોલીસ ટીમને જાણ કરવામાં આવી હતી. એફએસએલ ટીમ દ્વારા ઢોંગી ભૂવાની ગાડીની તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ તેમજ એફએસએલની ટીમ દ્વારા ગુનામાં વપરાયેલ કારની પણ તપાસ કરાઇ હતી.

 ચાણસ્મા તાલુકાના એક ગામમાં થોડા મહિના અગાઉ હવન કરવા ભૂવા ભગા ચૌધરીને બોલાવવામાં આવ્યો હતો. દરમિયાન ભોગ બનનાર સગીરા સાથે તેનો સંપર્ક થતા પીડિતાને ફસાવી હતી. ત્યારબાદ કારમાં બેસાડી પાટણ જીઈબી હાઈવે પર લઈ જઈ કારમાં ભગા ચૌધરીએ જબરન દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સગીરાને અને તેના માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર હવસનો શિકાર બનાવી હતી.સગીરા સાથે દુષ્કર્મ આચરનાર ભૂવાએ વીડિયો બવાની સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની જાણ સગીરાના પિતાને થતા તેઓએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ભૂવાની ધરપકડ કરી કોર્ટમાંથી 3 દિવસના રિમાંડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार