सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દાહોદ : દાહોદ દુષ્કર્મ કેસમાં પોલીસ દ્વારા કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી

દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યુ હતુ

Jashu Bhai Solanki
  • Oct 3 2024 2:57PM

દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય, તેવી મજબુત ચાર્જશીટ ફક્ત ૧૨ દિવસમાં જ દાખલ કરી છે. જેમાં કુલ ૧૭૦૦ પાનાનું ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે, તેમજ ૧૫૦ જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા છે. એટલુ જ નહીં, આ સમગ્ર કેસમાં સ્પેશિયલ પી.પી અમિત નાયરની નિમણુક કરવામાં આવી છે, તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે જણાવ્યુ છે.

મંત્રીએ કહ્યુ કે, ચાર્જશીટમાં ડિજીટલ એવીડેન્સ, ફોરેન્સીક ડીએનએ એનાલીસીસ, ફોરેન્સીક બાયોલોજીકલ એનાલીસીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.  તેમા વિશેષ બાબત એ છે કે આ વખતે એપિથિલિયલ કોષોએ શરીરની ત્વચા અને આંતરિક ભાગોમાં આવેલા કોષો છે, જે અત્યંત નાની માત્રામાં પણ મળી શકે છે. ક્રાઇમ દરમ્યાન આવા કોષો મળી આવે ત્યારે ડીએનએ પરીક્ષણ દ્વારા શંકાસ્પદ વ્યક્તિનું ડીએનએ આ કોષો સાથે મેળ ખાતું હોય, તો તે વ્યક્તિના ગુનામાં સંડોવાણી પુષ્ટિ થાય છે. આ તકનીક દ્વારા શારીરિક સંપર્કથી મળેલા સૂક્ષ્મ સબુતોનો ઉપયોગ કરીને ગુનાખોરીમાં શંકાસ્પદોની ઓળખ અને ગુનાની સાબિતી આપવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તે ઉપરાંત ફોરેન્સીક કેમિસ્ટ્રી: બાળકીમા ઝેરની હાજરી હતી કે નહી તેનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. પુરાવાનો નાશ કરવા ગાડી ધોવડાવી છે, પુરાવા નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે, તેમા સફળ રહ્યા નથી, આ ટેસ્ટમા પુરવાર થયુ છે. Forensic Toxicology, Forensic Voice Spectrography: આરોપી એ અન્ય સાહેદને ધમકાવ્યા તે ફોનમા રેકર્ડીગ થયુ છે, તેનુ પરીક્ષણ કર્યુ છે, એટલે આરોપીએ ગુનો કર્યાનો પુરાવો પણ મળ્યો છે. નોંધનીય છે કે, આવા બનાવોમાં કોઇ વ્યકિત કે સાક્ષી મળી આવતા ન હોય, ત્યારે આવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઘટનાને પુરવાર કરવા માટે મહત્વના સાબિત થતા હોય છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार