सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ પ્રસંગે લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

આ પૂર્ણાહુતિ પ્રસંગે પૂર્વ ના.મુખ્યમંત્રી નીતીન પટેલ તેમજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ખાસ હાજરી આપી

યેશા શાહ
  • Nov 15 2024 5:20PM
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ વડતાલ ધામ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ સમાપન સમારોહ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી પ. પૂ. ધ. ધુ. 1008 શ્રી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવસ્વામી, કોઠારી ડો.સંત સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, સદગુરુ વક્તા નિત્ય સ્વરૂપ દાસજી, જ્ઞાનજીવન દાસજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. સમારોહ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલજ, ધારાસભ્ય અર્જુનસિંહ, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની 9 દિવસ ખુબજ આસ્થા અને શ્રદ્ધા ભેર ઉજવણી કરવામાં આવી છે. 7 નવેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવમાં દૈનિક દોઢ લાખથી વધુ હરિભક્તો આવતા 30 લાખથી વધુ હરિભક્તોએ આ મહોત્સવમાં 9 દિવસ ઉત્સાહભેર જોડાયા છે. 15 નવેમ્બર આજે આ મહોત્સવની પૂર્ણાહુતિ થઇ છે. મહોત્સવ સ્થળે સભા મંડપમાં મહાનુભાવો તથા યજમાનોના પ્રવચન બાદ આ મહોત્સવની પૂર્ણાહુતિ થઇ છે. આ પ્રસંગે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ અન્ય સાધુ, સંતો અને યજમાનો હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार