सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વસો : ત્રણ બાળકીઓ પર દુષ્કર્મ આચરવાના કેસમાં આધેડના 4 દિવસના રિમાન્ડ મંજૂર

આ કેસની તપાસ માતર CPIને સોંપાઈ

યેશા શાહ
  • Oct 16 2024 12:59PM

ખેડા જિલ્લામાં બાળકીઓ પર છેલ્લા એક વર્ષમાં દુષ્કર્મ આચરવાના ગુનામાં પકડાયેલા ચંન્દ્રકાંત પટેલને નડિયાદની પોક્સો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, પોલીસે 7 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જ્યાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વસો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ એક ગામમાં આધેડ વયના પુરુષે સગીર વયની 4 બાળકીઓને પીંખી નાખી છે. એક બાદ એક એમ 8થી 11 વર્ષની ચાર બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ચાર પૈકી 3 પર દુષ્કર્મ તો અન્ય એક પર છેડતી કરી હોવાની માહિતી પોલીસે આપી હતી. છેલ્લા એક વર્ષથી આ દીકરીઓનું શોષણ કરતો હતો વસો પોલીસ મથકે ગુનો નોધાયા બાદ આરોપી ચંન્દ્રકાંત પટેલની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार