सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બાંગ્લાદેશમાં થઈ રહેલ હિન્દુ ધાર્મિક સ્થળો અને હિન્દુઓ ઉપર અત્યાચારના વિરુદ્ધમાં તાપી જિલ્લા હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

બાંગ્લાદેશમાં થઈ રહેલ હિંસામાં હિન્દુ ધાર્મિક સ્થળો સહિત હિન્દુઓને ટાર્ગેટ કરી તેમની જોડે થઈ રહેલ અત્યાચાર અને તેમની હત્યાના વિરોધમાં સમગ્ર દેશમાં હિન્દુ વિરોધ નોંધાવી રહ્યા છે.

વિકાસ શાહ
  • Dec 4 2024 5:44PM
તાપી જિલ્લામાં હિન્દુ રક્ષક સમિતિએ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું..

ભારત સરકાર જોડે માંગ કરાઇ કે ત્યાંના હિન્દુની સુરક્ષા પૂરી પાડવામાં આવે...

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક તરીકે બરખાસ્ત કર્યા બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી હતી જેમાં હિન્દુ ધાર્મિક સ્થળો સહિત હિન્દુઓને ટાર્ગેટ કરી હિન્દુઓ પર અત્યાચારો અને હત્યાઓ કરવામાં આવી રહી છે. અને ઇસ્કોન ના સંત શ્રી ચિન્મય કૃષ્ણ દાસજી ને જેલમાં ધકેલી આ માનવીય કૃત્ય બાંગ્લાદેશની મોજુદા સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના વિરોધમાં સમગ્ર ભારતમાં ઠેર ઠેર હિન્દુઓ વિરોધ નોંધાઈ રહ્યા છે ત્યારે તાપી જિલ્લામાં હિન્દુ હિત રક્ષક સમિતિ એ વ્યારા ખાતે રેલી યોજી રાષ્ટ્રપતિને સંબોધી ને તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. 

જેમાં માંગ કરાય કે ભારત સરકાર બાંગ્લાદેશનાં હિન્દુઓ સહિત ત્યાંના ધાર્મિક સ્થળોની સુરક્ષા પૂરી પાડવામાં આવે અને ઇસ્કોન ના સંત ચિન્મય દાસજી ને જેલમાંથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરાઇ...
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार