सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખંભાત શહેરના ચારેય સગીરોનો કોઈ કોમની ધાર્મિક લાગણી દુભાવવાનો સહેજપણ ઈરાદો નહોતો : ડિવાયએસપી એસ. બી. કુંપાવત

સગીરોએ ખંભાતના નારેશ્વર તળાવ પાસેથી પસ્તીમાં ખરીદેલા પુસ્તકોમાં ધાર્મિક કોમનુ પુસ્તક પણ આવી જવા પામ્યું હતુ જેનાથી સંગીરો પણ અજાણ હતા

ધનંજય શુક્લ
  • Nov 23 2024 12:35PM
ખંભાતના થોડા દિવસ અગાઉ ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લોકમેળા દરમ્યાન ચારેક જેટલા સગીરો જેમના નામ રોહિલભાઈ યુસુફભાઈ દિવાન, અમનભાઈ ઠાકોરભાઈ પરમાર (મો. ગરાસિયા), ધર્મેશભાઈ હિંમતભાઈ પરમાર, હિતેશભાઈ વનાભાઈ વાઘેલા છે તેઓ દ્વારા એક ધાર્મિક પુસ્તક ફાડીને કાગડીયા હવામાં ઉડાવવાની વાતથી કોમી વૈમનસ્યભર્યુ વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતુ. મુસ્લિમ કોમની ધાર્મિક પુસ્તકના પાના ફાડીને જાણીજોઈને આવી રીતે નાખવામાં આવ્યા છે અને અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે તેવી ફરિયાદથી ખુબ મોટુ મુસ્લિમ સમાજનું ટોળું આક્રોશ સાથે ખંભાત પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું અને ખંભાત પોલીસ સ્ટેશન બહાર તોડફોડ કરી હતી. આટલુ જ નહીં પણ તોડફોડમાં પોલીસના વાહનને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. સૌથી ગંભીર બાબત તો એ છે કે આવેલ ટોળાએ એક પોલીસકર્મીને ઢોર માર મારવામા આવ્યો અને પોલીસકર્મીના બધા કપડાં ફાડી નાખ્યા અને પોલીસકર્મીને નિર્વસ્ત કરી દેવામાં આવ્યા. આટલી બધી શારીરિક ઈજાઓ પામેલ પોલીસવાડાને ન્યાય અપાવવા જિલ્લા પોલીસ હજુ ચૂપ કેમ ? આણંદ જિલ્લા પોલિસ દ્વારા ખંભાત પોલીસને માર મારનાર અસામાજિક તત્વો સામે ક્યારે પગલાં લેવાશે ?

પોલીસ સ્ટેશને આવેલ ટોળા દ્વારા આટઆટલી ધમાલ થવા છતાં મહા મુસીબતે સમજાવાટથી મામલો થાળે પાડીને ચારેય સગીરો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરી કાર્યવાહી હાથ ઘરી છે. જો કે હજી પણ ખંભાતમાં તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જિલ્લાની પોલીસને ખંભાતમાં ખડે પગે બંદોબસ્તમાં લગાડી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે ચકડોળ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલા લોકમેળામાં ૧૪થી ૧૬ વસ્ત્રી વયના ચારેક જેટલા સગીરોએ ચકડોળ ઉપર ચઢીને ત્યાંથી ધાર્મિક પુસ્તકના કાગળીયા ફાડીને હવામાં ઉડાડયા હતા. જેને લઈને આ કાગળીયા મેળામાં ફરતા લોકોના પગ નીચે આવતાં ત્યાં હાજર મુસ્લિમ કોમના લોકોની લાગણી દુભાઈ હતી અને જોતજોતામાં ટોળેટોળા એકત્ર થવા પામ્યા હતા અને પોલીસ મથકે જઈને ઘેરાવ કર્યો હતો. ઘટનાની જાણ ડીએસપીને થતાં જ તેઓ એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલા સાથે ખંભાત દોડી ગયા હતા. આ ઉપરાંત ખંભાત ડીવીઝનમાં આવતા તમામ પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કર્મીઓને પણ તાકીદે ખંભાત પહોંચવાના આદેશ આપતાં મોડીરાત્રે ખંભાત પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામ્યું હતુ.

ખંભાત પોલીસ ડીવાએસપી એસ. બી. કુંપાવતના જણાવ્યા મુજબ સગીરોએ નારેશ્વર તળાવ પાસેથી પસ્તીમાંથી ધાર્મિક પુસ્તક મેળવ્યું હતુ. વધુમાં ડીવાયએસપી એસ. બી. કુંપાવતે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતુ કે, ખંભાત શહેરમાં જ રહેતા ચારેય સગીરોનો કોઈ કોમની ધાર્મિક લાગણી દુભાવવાનો સહેજપણ ઈરાદો નહીં હોવાનું તપાસ દરમ્યાન ખુલવા પામ્યું છે. ચારેય સગીરોએ નારેશ્વર તળાવ પાસેથી પસ્તીમાં ખરીદેલા પુસ્તકોમાં ધાર્મિક કોમનુ પુસ્તક પણ આવી જવા પામ્યું હતુ. આ પુસ્તકો ખરીદીને તેમણે ટુકડા કરીને બેગમાં ભર્યા હતા અને ત્યારબાદ ગઈકાલે રાત્રીના સુમારે ચકડોળ ગ્રાઉન્ડ ઉપર ભરાયેલા મેળામાં ગયા હતા. જ્યાં ચકડોળ ઉપર ચઢીને ઉચેથી આ કાગળો હવામાં ઉડાડયા હતા અને તેની રીલ પણ બનાવી હતી. ત્યારબાદ ઈન્સ્ટાગ્રામ ઉપર શેર પણ કરી હતી. ચારેયની સઘન પુછપરછ કરાઈ હતી પરંતુ તેમનો કોઈ મલીન ઈરાદો બહાર આવ્યો નથી. તેમને પણ આ પુસ્તક ધાર્મિક છે તેની જાણ નહોતી. ગઈકાલે રાત્રે જે ઉશ્કેરાટભર્યું વાતાવરણ સર્જાઈ જવા પામ્યું હતુ.

મહત્વની વાત એ છે કે ચારેય સગીરોમાં એક દીવાન છે જે જાતે મુસ્લિમ છે, બીજો એક મો. ગરાસિયા છે જેઓ પણ મુસ્લિમ ધર્મ પાળતા હોય છે અને બાકીના બે હિન્દૂ છે. જો ચારેય સગીરોનો કોમી વયમનસ્ય ફેલાવવાનો ઈરાદો હોત તો તેમાં બે મુસ્લિમ સગીરો ભાગ લેતા જ નહીં. છતાં ખંભાતમાં મુસ્લિમ સમાજના લોકોએ પોલીસ પર આક્રોષિત થઇ પોલીસ સ્ટેશન બહાર તોડફોડ કરી અને એક પોલીસકર્મીને ઈજાઓ પહોંચાડી. સૌથી ગંભીર બાબત એ છે કે અમુક લોકો ચારેય સગીરોના પરિવારને દબાણ પૂર્વક કહી રહ્યા છે કે તમે કબૂલી લો કે 'અમોને પચાસ હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું જેથી સગીરોએ આવું કર્યું'. આવા ખોટા દબાણથી ડરીને ચારેય સગીરોના પરિવારને હાલ ખંભાતની બહાર રહેવા નીકળી જવાની ફરજ પડી છે. આ રીતે સગીરો જેમાં એક મુસ્લિમ અને એક મો. ગરાસિયા છે અજાણતા થયેલી ઘટનાને લઘુમતી સમાજના અમુક લોકો જાણીજોઈને કોમી વયમનસ્ય ફેલાવવાની ઘટના બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે સાથે સગીરોના પરિવારને પૈસાની લાલચમાં આવું કર્યું તેમ કબૂલાવીને હિન્દૂ સંગઠનો અને હિન્દૂ વિચાર ધરાવતા વ્યક્તિઓ ઉપર પણ ખોટી રીતે ષડયંત્ર રચવાનું કામ કરી રહ્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार