सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વડતાલ પીઆઈને એક માથાભારે ઈસમે આપઘાત કરી મરી જઈશની ધમકી આપી

પીઆઈએ આ અંગે વડતાલ પોલીસ મથકે માથાભારે ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

યેશા શાહ
  • Mar 26 2025 11:04AM
વડતાલ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એસ.બરંડા ને વોટ્સ અપ પર ગામના એક માથભારે ઈસમે પોતાની ધરપકડ અટકાવવા 'તારા ડરથી હું આપઘાત કરીશ અને જવાબદારી તારી રહેશે', તેવી ધમકી આપતા પીઆઈએ આ અંગે વડતાલ પોલીસ મથકે માથાભારે ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદના વડતાલ ગામના રબારી વાડમાં રહેતા માથાભારે શખ્સ મહેશ રાજા /રબારી (રહે.રબારીવાડો વડતાલ,તા. નડિયાદ) અને તેના વિરુદ્ધમાં ખેડા, અમદાવાદ રૂલર, આણંદ અને નડિયાદની કોર્ટમાં અલગ અલગ કેસો ચાલે છે. જે કેસ ના અલગ-અલગ કોર્ટમાંથી વોરંટ બજવણી માટે વડતાલ પોલીસ સ્ટેશનમાં આવે છે પણ આ વોરંટ બીન બજવણી થી પરત જાય છે ઉપરાંત આ માથાભારે ઈસમ મહેશ રબારીના ચેક બાઉન્સ થવાના પોલીસ મથકમાં આવતા વોરંટ પણ બિન બજવણીથી પરત ફરે છે સાથે આ માથાભારે ઈસમ મહેશ રબારી સામે છેતરપિંડીની ફરિયાદોની પણ બૂમો ઉઠવા પામી છે દરમિયાન વડતાલ પોલીસ દ્વારા આ માથાભારે ઈસમ મહેશ રબારી ફરતે ગાળિયો કસવાની તજવીજ હાથ ધરી હતી.

જેના પગલે આ માથાભારે મહેશ રબારીએ પોતાની ધરપકડ પોલીસ કરે નહીં તે માટે પોલીસ ઉપર દબાણ લાવવા માટે કાવતરું પડી પોતાના મોબાઈલ પરથી વડતાલ પી આઈ પી એસ બરંડા ના મોબાઈલના વોટસ અપ પર મહેશ રબારી તારા ડરથી હું આપઘાત કરીશ, જવાબદારી તારી રહેશે', તેવી ધમકી આપતો મેસેજ મોકલ્યો હતો જે મેસેજ વડતાલ પી આઈ એ જોયો હતો.

દરમિયાન વડતાલ પોલીસે આ અંગે પીઆઈ પીએસ બરંડાની કરિયાદના આધારે માથાભારે ઇસમ મહેશ રબારી વિરુદ્ધ બીએનએસની કલમ ૨૨૯ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार