કપડવંજમાંથી વિજિલન્સે 5 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
કુબેર નગર ચોકડી પર વોચ રાખી કારમાંથી અમદાવાદ લઇ જવાતો દારૂ પકડયો
દારૂનો જથ્થો બાપુનગરના બુટલેગર મુન્નાને આપવાનો હતોઃ 2ની અટક, 4 વોન્ટેડ
સ્ટેટ મોનિટરીંગ સેલે કપડવંજ- મોડાસા હાઈવે પરની કુબેરનગર ચોકડી પાસેથી પસાર થતી કારમાંથી રૂ 5.04 લાખનો વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતાં. પકડાયેલા ઇસમોની પૂછપરછ કરતા અમદાવાદના બુટલેગર દારૂ પહોંચાડવાનો હતો અને કાર પાયલોટીંગ કરી લઇ જવાતી હોવાની કેફિયત રજૂ કરી હતી. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે ફરિયાદ નોંધી છે.
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ બુધવારે રાતે કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન કપડવંજ- મોડાસા હાઈવે પર આવેલ કુબેરનગર ચોકડી પાસેથી પસાર થતી એક શકમંદ કારને અટકાવી હતી. જે બાદ પોલીસે કારની તલાસી લેતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ બાદ પોલીસે અટકાયત કરેલી કારના ચાલક કિરણ મના સોલંકી અને બાજુની સીટ પર બેઠેલા પ્રકાશ ક્લજી રાજપૂતની પ્રાથમિક પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો એક ઈસમ કારમાં આપી ગયો હતો અને વિદેશી દારૂનો જથ્થો અમદાવાદમાં બાપુનગરના બુટલેગર મુન્ના નામના ઇસમને આપવાનો હતો. ત્યારે આ દારૂ ભરેલી કારનુ મુન્નાનો માણસ રમેશ ઠાકોર અન્ય વાહનથી પાયલોટીંગ કરતો હોવાની કબૂલાત કરી હતી. આ બનાવ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે રૂ 5.04 લાખનો વિદેશી દારૂ, કાર રૂ 10 લાખ, મોબાઈલ નં-3 રૂ 15 હજાર મળી કુલ રૂ 15.19 લાખના મુદ્દામાલ સાથે કિરણ સોલંકી અને પ્રકાશ રાજપૂતની અટકાયત કરી અજયનો માણસ, મુન્નો, પાયલોટીંગ કરનાર રમેશ ઠાકોર, વિદેશી દારૂ લેવા આવનાર અજાણ્યો ઈસમ મળી કુલ ૨ ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ નોંધી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प