सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસાર આયામ દ્વારા 51 પરિવારોને હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાઇ :

શ્રી રામ મહાયજ્ઞ અને સાંસ્કૃતિક દીક્ષા દ્વારા હિન્દુ ધર્મ છોડી ચૂકેલા પરિવારો પરત હિન્દુ થયા :

ધનંજય શુક્લ
  • Jan 6 2025 7:03PM
ખેડા જિલ્લાના ઠાસરા પાસે આવેલ વિશ્રામપુરા ગામ ખાતે તારીખ 04 જાન્યુઆરી 2025ના રોજ ખૂબ મોટો સનાતની આદિવાસી લોકમેળો યોજાયો. બીજા દિવસે તારીખ 05 જાન્યુઆરી 2025 ને રવિવાર સવારે 10:00 કલાકે વિશ્વ હિન્દુ પરિષદ કપડવંજ જિલ્લા દ્વારા ધર્મ પ્રસાર આયામ મારફતે લસુન્દ્રા પ્રખંડના શ્રી રામદેવજી મંદિર ચોક મુ. વિશ્રામપુરા વસાહત તા. ઠાસરા જી. ખેડા ખાતે સાંસ્કૃતિક દીક્ષાનો કાર્યક્રમ કરવામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખડગોદરા વસાહત વિસ્તારના 51 પરિવારોને ખિસ્તી ધર્મમાંથી પરત સનાતન હિન્દુ ધર્મમાં શ્રી રામ મહાયજ્ઞ કરીને તુલસીની માળા પહેરાવીને વિધિ વિધાન મુજબ સ્વધર્મમાં પાછા લાવવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ ધર્મ પ્રસારના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણી ઉપસ્થિત રહ્યા અને તેમના દ્વારા ખૂબ જ ધારદાર બૌદ્ધિક થયું. ઉપરાંત રણછોડદાસ બાપુ (ભરવાડ ગુરુ ગાદી) અને અનિરૂધ્ઘગીરી મહારાજ દ્વારા આર્શીવાદ અપાયા હતા. સાથે સાથે ઉત્તર ગુજરાત પ્રાંત ધર્મ પ્રસાર પ્રમુખ અલ્પેશભાઈ પંચાલ, ખેડા વિભાગ મંત્રી મુકેશભાઈ પટેલ, કપડવંજ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ મિસ્ત્રી, જિલ્લા  મંત્રી અર્પિતભાઈ ગોર, ઉપાધ્યક્ષ મનસુખભાઈ પટેલ અને જિલ્લાના બજરંગ દળ સંયોજક રવિભાઈ પટેલ, લસુન્દ્રા પ્રખંડ ટીમ ધર્મ પ્રસારમાંથી શાંતિલાલ અને રોનક લભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદના લસુન્દ્રા પ્રખંડના મોટી સંખ્યામાં કાર્યકર્તા બંધુ ભગીની ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુ ધર્મમાં પરત ફરવાના આ કાર્યક્રમમાં લગભગ 600 થી 700 લોકો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક દીક્ષાના કાર્યક્રમ બાદ સૌએ સાથે મહાપ્રસાદી પણ ગ્રહણ કરી હતી. આ કાર્યક્રમનું સફળ આયોજન કપડવંજ જિલ્લા ધર્મ પ્રસાર આયામ દ્વારા કરવામાં આવ્યું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार