सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજના રેલીયા ચેકપોસ્ટ ઉપરથી ૭.૫૫ લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

બિસ્કિટની આડમાં દારૂ સાથે રૂ.૪૨.૪૬ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત

સુરેશ પારેખ
  • Oct 14 2024 4:53PM

કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસો કપડવંજ-મોડાસા રોડ ઉપર આવેલ રેલિયા ચેકપોસ્ટ ઉપર પોલીસે ગાડીનું ચેકીંગ કરતાં બિસ્કિટના બોક્ષની આડમાં રૂ.૭.૫૫ લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે રૂ.૪૨.૪૬ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી હતી જ્યારે એક ઈસમ વોન્ટેડ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ-મોડાસા રોડ ઉપર રેલિયા ચેકપોસ્ટ ખાતે રૂરલ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ.આર.ચૌધરીની સુચનાનુસાર અ.પો.કો. વિપુલકુમાર, નરેશકુમાર, હસમુખભાઈ,રાજેશભાઈ વગેરેનાઓ રેલિયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હતાં.દરમિયાન વિપુલકુમારને બાતમી મળી હતી કે એક આયસર ગાડી નં.એચ આર ૩૮ એઈ ૩૩૨૭ની મોડાસા તરફથી બાયડ થઈને કપડવંજ તરફ આવી રહી છે.જેમાં આયસરના પાછળના ભાગે બિસ્કીટના બોક્ષની આડમાં વિદેશી દારૂની પેટીઓ ભરેલી છે. જેથી પોલીસ વાહન ચેકીંગ હતી તે દરમિયાન બાતમીવાળી આયસર આવતા તેને રોકવામાં આવી હતી.અને વાહનનું ચેકીંગ કરતા આયસરના પાછળના ભાગે બિસ્કીટના બોક્ષની આડમાં વગર પાસ પરમીટનો વિદેશી દારૂની બોટલ તેમજ ક્વાર્ટર નંગ- ૩૫૭૬ જેની કિ.રૂ.૭,૫૫,૦૪૦, આયસર ગાડી કિ.રૂ.૯,૦૦,૦૦૦ તથા ડાર્ક ફેન્સી ચોકો બિસ્કીટ બોક્ષ નંગ-૩૫૦ જેની કિંમત રૂ.૨૫,૮૧,૨૦૧ મળી વિદેશી દારૂના જથ્થા સાથે કુલ રૂ.૪૨,૪૬, ૨૪૧ના મુદ્દામાલ સાથે બે ઇસમો ઈકલાસ સમ્મુખાન રહે.સિલોરી, રાજસ્થાન તથા સૈકુલ ઉસ્માનખાન રહે.નિમ્બાહેડી, રાજસ્થાનની અટકાયત કરી છે. તથા વોન્ટેડ ઈસમમાં આસીક કાસમખાન રહે.બગોલ, હરીયાણા સામે ગુનો નોંધ્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार