બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મહેસાણા જિલ્લાના ૯૯ ખેડૂતોએ મુલાકાત લીધી
હળદરના પાકમાં પ્રાકૃતિક ખેતી વધુ નફાકારક છે હળદરનું મૂલ્યવર્ધન કરાય તો વધારે ફાયદો મળી શકે તે અંગે ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું....
પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિ એ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે.
ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત રાજ્યમાં પ્રેરણા પ્રવાસ અંતર્ગત મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ૯૯ ખેડૂતોએ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સજીવ અને પ્રાકૃતિક ખેતી સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ પ્રેરણા પ્રવાસ દરમ્યાન કેન્દ્ર ખાતે ફરજ બજાવતા મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક એમ.એમ.ચૌધરી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત ખેડૂતોને કેન્દ્રની મુલાકાત અને કેન્દ્ર ખાતે ચાલતા પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ આયામોની વિગતવાર માહીતિ આપી હતી.
આ સાથે ખેડૂતોને હળદરના પાકમાં પ્રાકૃતિક ખેતી વધુ નફાકારક છે અને હળદરનું મૂલ્યવર્ધન કરવામાં આવે તો ખેડૂતોને વધારે ફાયદો થઈ શકે તે બાબતે ખેડૂતોને માહિતગાર કરાયા હતા. આ સાથે ખેડૂતોએ મારૂતિ નંદન પ્રાકૃતિક મોડલ ફાર્મ, નાંદોત્રા બ્રાહ્મણવાસ ખાતે મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી વિશે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प