सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લોથલ પુરાતત્વ સાઇટ પર ભેંખડ ધસી જતા દુર્ધટના, માટીમાં દબાઇ જતા રિસર્ચર મહિલાનું મોત

ધોળકા નજીકની લોથલ પુરાતત્વ સાઇટમાં મહિલા રિસર્ચરનું મોત થયું છે. ગાંધીનગર અને દિલ્હીથી ટીમ રિચર્સ માટે આવી હતી.

Jashu Bhai Solanki
  • Nov 27 2024 4:17PM

ગુજરાતમાં ધોળકા નજીક લોથલ પુરાતત્વ સાઇટ પર મોટી દુર્ધટના થઇ છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. તેમજ એક મહિલા ઘાયલ થઇ હતી, તેમને વધઉ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દિલ્હી અને ગાંધીનગરથી મહિલાઓ રિસર્ચ માટે આવી હતી. બન્ને મહિલા અધિકારી માટીના સેમ્પલ લેવા માટે 15 ફુટ ઊંડા ખાડામાં ઉતરી હતી. આ દરમિયાન અચાનક માટીની ભેંખડ ધસી પડતા બન્ને મહિલા અધિકારીઓ દટાઇ ગઇ હતી. એ દરમિયાન સુરભી વર્મા નામની 23 વર્ષીય યુવતીનું મોત થયું હતું. જ્યારે 25 વર્ષીય મહિલા યામા દિક્ષીતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા તરત જ બન્ને મહિલાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે એક મહિલાની જીંદગી ન બચાવી શક્યા.

ઉલ્લેખનીય છે કે લોથલમાં વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ બનાવવામાં આવશે. ગુજરાતીઓને ટૂંક સમયમાં વિશ્વના સૌથી મોટા મેરીટાઇમ મ્યુઝિયમની ભેટ મળશે. લોથલમાં વિશ્વના સૌથી ઊંચા લાઇટ હાઉસ અને અંડરવોટર મ્યુઝિયમનો રૂ. 4500 કરોડનો પ્રોજેક્ટ નિર્માણાધીન છે.

ઉલ્લેખનિય છે કે 2016 માં ભારત અને દક્ષિણ કોરિયાના પુરાત્તવવિદો અને વૈજ્ઞાનિકોને હડપ્પાના શહેરમાં બે ખુબ જ દુર્લભ હાડ પિંજર મળ્યા હતા. ઉત્તરભારતમાં હરિયાણા કાજ્યમાં રાખીગઢ ગામ છે, બે વર્ષ સુધી તેમણે કાલક્રમ અમે મૃત્યુ પાછળના સંભવિત કારણો પર સંશોધન કર્યું, અને હવે તારણો પર સમીક્ષા કરાયેલ આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार