દિલ્હી એરપોર્ટ પોલીસે ચાર જેટલા નકલી પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડ્યા બાદ કરવામાં આવેલી તપાસમાં નકલી પાસપોર્ટનો રેલો ઉમરગામ સુધી
ઉમરગામ સ્થિત ગાંધી વાડી ખાતેનો કોમન સર્વિસ સેન્ટર ની સામેલગીરી સામે આવતા અંકિત શાહ નામક વ્યક્તિની અટક કરી લઈ જતા ઉમરગામ પંથકમાં હાલે ચર્ચા નો વિષય બન્યો
દિલ્હી એરપોર્ટ પોલીસ ને ઇમિગ્રેશન તપાસણી સમયે ચાર જેટલા નકલી પાસપોર્ટ ધરાવતા બાંગ્લાદેશી નાગરિકો હાથે લાગતા પોલીસ દ્વારા ઊંડી તપાસ કરવામાં આવી હતી જેમાં આ પાસપોર્ટ બનાવવા માટે સંબંધિત પુરાવા રૂપે નકલી દસ્તાવેજો પુરાવાઓ બનાવી કે સિન્ડિકેટ કરી કેટલાક એજન્ટો સાથે સંપર્કમાં રહી નકલી પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં સામેલ વેસ્ટ બેંગાલના એજન્ટ સહીત અનેક વ્યક્તિઓની દિલ્હી એરપોર્ટ પોલીસે ધરપકડ કરી છે.
નકલી પાસપોર્ટ બનાવવા માટે નકલી આધાર કાર્ડ બનાવવામાં સામેલ એવા ઉમરગામ ગાંધીવાડી સ્થિત મન સર્વિસ સેન્ટરના સંચાલક અંકિત જાની અટક કરી વધુ તપાસ ચાલી રહી છે. સમગ્ર પ્રકરણમાં દિલ્હી એરપોર્ટ પોલીસના પોલીસ અધિકારી તનુ શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી સમગ્ર ઘટનાની રૂપરેખા જાહેર કરી હતી જેમાં ઉમરગામ ખાતે આવેલ ગાંધી વાડીના સીએસસી સેન્ટરની ભૂમિકા નો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प