કપડવંજ તાલુકાના ચારણીયા ગામે કુવામાં પડી ગયેલ બે મોરનું સફળ રેસ્ક્યુ ઓપરેશન
કપડવંજ તાલુકાના ચારણીયા ગામે બે રાષ્ટ્રીય પક્ષી મોર કુવામાં પડી જતા તેનું ફોરેસ્ટ વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ચારણીયા ગામના મહેન્દ્રભાઈ મંગળભાઈ શર્માના 80 ફુટ ઉંડા કુવામાં બે રાષ્ટ્રીય પક્ષી મોર પડી જતા આ અંગેની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને કરાતા ગણતરીના સમયમાં કપડવંજ વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી કૂવામાંથી રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક બંને મોરને બહાર કાઢ્યા હતા.
આ અંગે ફોરેસ્ટર જી.ડી. ખટાણા અને બી. કે. પરમારનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ચારણીયા ગામે 80 ફુટ ઉંડા કુવામાં બે મોર પડી જતા વનવિભાગના સ્ટાફે સફળતાપૂર્વક કરી બહાર કાઢ્યા હતા. આ બંને મોર નર જાતિના હતા. કુવો સાંકડો હોવાથી મોર અંદર ઉડી શકતા ન હતા.અને બન્નેને સફળતાપૂર્વક બહાર કાઢીને જોયું તો બંને મોરને કોઈપણ જાતની ઈજા ન હતી અને સુરક્ષિત જગ્યાએ છોડી દીધા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प