सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

હરિપુરામાં ચૂંટણી બાદ ચાલતા વિવાદના લઈ ગામના બે જૂથ વચ્ચે ધીંગાણું

ભાડૂતી ગુંડાઓએ ગામ માથે લેતા ગ્રામજનો વિફરીયા તાલુકા પંચાયત સભ્યના ચાર માણસો ને મેથીપાક ચખાડયો

દુષ્યંત વ્યાસ
  • Jul 1 2022 1:08PM
છેલ્લા કેટલાક સમયથી સુરત જિલ્લાના પલસાણા તાલુકાનું હરિપુરાગામ વિવાદનું ઘર બનેલું છે  ગુરુવારે વધુ એક વિવાદ સર્જાયો હતો અપક્ષ માંથી તાલુકા પંચાયતની ચૂંટણી જીતેલા યોગેશ પટેલને સમર્થન કરતી પેનલ ગત ગ્રામપંચાયતની ચૂંટણીમાં આકરી રીતે હારી ગઇ હતી અને આ સમય થી ગામમાં  બને  જૂથ વચ્ચે ચૂંટણી બાદ રકઝક ચાલતી હતી જે અડાવતે ગુરુવારે મોડી સાંજે  આ બને જૂથ વચ્ચે ધીંગાણું થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી યોગેશ પટેલે ભાડૂતી અસમાજીક તત્વો બોલાવી ગામમાં બબાલ શરૂ કરાવતા બે જુથ વચ્ચે ધીગાણું થયું હતું .

ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનું હરિપુરા ગામેં રહેતા અને વરેલી બેઠક પરથી તાલુકા પંચાયત સભ્ય તરીકે અપક્ષ ચૂંટણી જીતેલા યોગેશ પટેલ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોતે ઉભી કરેલી પેનલ ચૂંટણી હારી જતા ગામ માં બેભાગલા પડી ગયા હતા  પંચાયતના સભ્ય સર્જન પાટણવાડિયા સાથે વિવવાદ સર્જાયો હતો ચૂંટણી બાદ ગામમાં સામાન્ય બાબતે બન્ને જૂથો વચ્ચે રકઝક ચાલતી હતી  શુકવારે મોડી સાંજે  ગામમાં ચૂંટણીની અદાવતમાં સ્પીડ બ્રેકર લાગવા બાબતે થયેલી રકઝકમાં  તાલુકા પંચાયત સભ્ય યોગેશ પટેલે બહારથી  અસામાજિક તત્વો બોલાવ્યા હતા બહારના ભાડૂતી ગુંડાઓ આવી ગામમાં રોફ જમાવતાં ગામમાં વિફરેલા લોકોએ પરપ્રાંતીય ત્રણ લોકો અને માલધારી સમાજના એક યુવાનને મેથીપાક ચખાડ્યો હતો ગામની આ બે જૂથ વચ્ચે થયેલી બબાલમાં 4 વ્યકિતઓના માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું તાલુકા પંચાયત સભ્ય તેમજ ગામના સરપંચના બે જૂથો વચ્ચે થયેલી બબાલની જાણ કડોદરા પોલીસને થતા કડોદરા પોલીસ અને એલ.સી.બી.ની ટીમ ઘટના સ્થળે પહોંચી બને જૂથોના લોકોને પોલીસ મથક લાવી ફરિયાદ લેવાની તજવીજ હાથધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार