મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યાને 5 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ સુધી નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. સમય વીતવાની સાથે મુંબઈ અને દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના નેતા પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવાના છે, પરંતુ અહીં આવતા પહેલા તેઓ નાગપુર જશે. દરમિયાન, વિદાય લેતા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ થાણેમાં પીસીમાં કહ્યું કે આ અમારી જંગી જીત છે, તેથી હું દરેકનો આભાર વ્યક્ત કરું છું. તેમણે કહ્યુ PM મોદી જે પણ નિર્ણય લેશે તે સ્વીકારીશું. તેજમ આવતી કાલે અમિત શાહ સાથે દિલ્હીમાં બેઠક યોજવામાં આવશે.