ખેડા જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
અધિકારીએ કામગીરી અહેવાલને સાંભળી પ્રશ્નોના નિવારણ બાબતે સત્વરે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી
ખેડા જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવાની અધ્યક્ષતામાં કલેકટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં ગંદા પાણીનો તળાવમાં નિકાલ, સ્મશાનના રસ્તામાં સ્ટ્રીટ લાઈટ, ફરજ દરમિયાન અવસાનના કિસ્સામાં કર્મચારીના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય વ્યાજ સાથે મંજૂર કરવા બાબતે, ઉકરડો દૂર કરવા તેમજ જાહેર રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા સહિતના કુલ ૦૮ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીએ ઉપરોક્ત પ્રશ્નો બાબતે અરજદારોની રજૂઆત અને સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી અહેવાલને સાંભળી પ્રશ્નોના નિવારણ બાબતે સત્વરે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી. જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરવા તથા વિભાગો વચ્ચે પરસ્પર સંકલન દ્વારા નિશ્ચિત સમય મર્યાદામાં પ્રશ્નોનો ઉકેલ કરવા તથા આ બાબતે અરજદારને તેની જાણ કરવા સૂચના આપી હતી. સાથે જ સરકારના ધારાધોરણની મર્યાદા બહાર આવતા પ્રશ્નો બાબતે અરજદારોને સરળ સમજૂતી આપવા પણ અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને અરજદારો હાજર રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प