ધર્માંતરણથી આદિવાસી સંસ્કૃતિના વિનાશ પર તાપી માં ફિલ્મ બતાવવામાં આવી.
દેવ બિરસા સેના દ્વારા 'ધ વોર ક્રિશ્ચન કન્વર્ઝન ઓફ ભીલ વી આર લુઝીંગ' ફિલ્મ ક્રિષ્ના મલ્ટીપ્લેક્સ સોનગઢ ખાતે બતવવાનું આયોજન કરાયું.
વિદેશી પૈસા અને વિદેશી ષડયંત્ર દ્વારા આદિવાસી સંસ્કૃતિનો ધર્મ અને સભ્યતાના વિનાશ માટે ચાલી રહેલા ધર્મ પરિવર્તનના ષડયંત્રને ઉજાગર કરતી ફિલ્મ 'ધ વોર ક્રિશ્ચન કન્વર્ઝન ઓફ ભીલ વી આર લુઝીંગ'એટલે કે ધર્મ પરિવર્તન વિરુદ્ધ ની લડાઈ અમે હારી રહ્યા છે.
જેમના બાપદાદા ડુંગરદેવ, વાઘદેવ, નાગદેવ, નદી, વડ , પીપળો, બળદ જેવા પ્રકૃતિના તત્વોની પૂજા કરતા હતા. તેમના સંતાનો લોભ-લાલચ અને અંધશ્રદ્ધામાં આવી પોતાનો ધર્મ પરિવર્તન કરી નાખ્યો, આજે વિદેશી સંસ્કૃતિ અપનાવી ચર્ચમાં જઈને બેસવા લાગ્યા.
ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ધર્મ પરિવર્તનની આ પ્રવૃત્તિ કેમ કરાવવામાં આવી રહી છે?? અને કેમ ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ આદિવાસી વિસ્તારમાં જ ચલાવવામાં આવી રહી છે?? કેમ ગરીબોને ટાર્ગેટ કરી એમનો ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે?? પૈસાવાળાઓ પાસે કેમ તેઓ ધર્મ પરિવર્તન કરાવવા નથી જતા?? કેમ ધન પરિવર્તનની આ પ્રવૃત્તિ અંતરિયાળ ગામડાઓમાં ચલાવવામાં આવે છે?? ધર્મ પરિવર્તન કરવા માટે કેમ શિક્ષણ આરોગ્ય અને પૈસાનું લાલચ આપવામાં આવે છે??
આવા અનેક સવાલોના જવાબ આપતી મુવી એટલે 'ધ વોર ક્રિશ્ચન કન્વર્ઝન ઓફ ભીલ વી આર લુઝીંગ'જેનો મતલબ થાય છે, કે ધર્મ પરિવર્તન વિરુદ્ધ ની લડાઈ અમે હારી રહ્યા છે. જ્યાં માણસ લોભ લાલચથી માની જાય ત્યારે એને લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. જ્યારે પૈસાથી નથી માનતા ત્યાં ધમકાવવામાં આવે છે. જ્યાં ડરતો નથી ત્યાં એને અંધશ્રદ્ધામાં ફસાવવામાં આવે છે. આમ કોઈને કોઈ પ્રકારે બસ ધર્મ પરિવર્તન કરાવો એ જ વિદેશી અને દેશમાં રહી વિદેશી ફંડ પર જીવતા લોકોનું કામ છે.
ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે પ્રકૃતિ પૂજક તરીકે જન્મ લેનાર લોકો એ કેમ પ્રકૃતિ પૂજા છોડી દીધી ? પોતાને મૂળ નિવાસી કહેતા લોકો કેમ પોતાનો મૂળ ધર્મ પરિવર્તન કરીને ચાલી નીકળ્યા? આવા અનેક સવાલોના જવાબ આજરોજ ક્રિષ્ના મલ્ટિપ્લેક્સ સોનગઢ ખાતે વિનામૂલ્યે બતાવવામાં આવેલ આ મુવીમાં હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प