તાપીના ડોલવણ તાલુકાના કણધા ગામ ખાતે આવેલ કાળાકાકર ડુંગરદેવ ખાતે તુલસી પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું..
તુલસી પૂજન ના આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડી જી વણઝારા (આઈ પી એસ નિવૃત્ત આઈ જી ગુજરાત સરકાર) તથા અતિથિ વિશેષ તરીકે પૂજ્ય વંદનીય છોટે દાદા (નવનાથ ધામ બીલીમોરા વાળા) હાજર રહ્યા હતા.
આમંત્રિત સંતોમાં પરમ પૂજ્ય અભય બાપુ ( આંતરરાષ્ટ્રીય કથાકાર), પરમ પૂજ્ય યોગગુરૂ પ્રદીપજી ( સત્યમ ફાઉન્ડેશન ગુજરાત) રવિદાસ બાપુ (ગોપાલ ગૌધમ વ્યારા ) તથા એડવોકેટ ફાલ્ગુનબેન ઘંટીવાલા ઉપસ્થિત રહ્યા હતા..
આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન કાળાકાકર ડુંગરદેવ તીર્થ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ તુલસી પૂજનના કાર્યક્રમમાં ડોલવણ તાલુકો તથા આજુબાજુના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં હિન્દુ સનાતની ધર્મપ્રેમી ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી અને નાની બાળાઓ દ્વારા સ્વાગત કૃતિ રજૂ કરવામાં આવી હતી, ત્યારબાદ તુલસી પૂજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પધારેલ મુખ્ય મહેમાનો, સંતો અને ભાવિક ભક્તો દ્વારા તુલસી પૂજન કરવામાં આવ્યું હતું.
તુલસી પૂજન ના કાર્યક્રમ બાદ પધારેલ મુખ્ય મહેમાનો અને સંતો દ્વારા હિન્દુ સનાતની ધર્મ પ્રેમી ભાવિક ભક્તોને પોતાના મુખેથી આશીર્વાદ વચન અને શા માટે તુલસી પૂજન કરવામાં આવે છે અને તુલસી માતા નું મહત્વ આપણા જીવનમાં શું છે એ વિશે સમજાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાળાકાકર ડુંગરદેવ તીર્થ સમિતિ ના પ્રમુખ અને કણધા ગામના સરપંચ પ્રતાપભાઈ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प