सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા જિલ્લામાં યોજાયી મેગા ઇવેન્ટ

ખેડા જિલ્લામાં નવીન ૨૫ બહુહેતુક સેવા મંડળીઓ તથા ૧૦ દૂધ મંડળીઓની રચના થયેલ છે

યેશા શાહ
  • Dec 26 2024 4:22PM
જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળી, નડિયાદની કચેરી દ્વારા પીપલગ રોડ સ્થિત યોગી ફાર્મ, સ્વામિનારાયણ મંદિર નડિયાદ ખાતે દેશમાં નવી રચાયેલ બહુહેતુક સેવા મંડળી, દૂધ મંડળી તથા ફિશરીઝ મંડળીની રચનાની ઉજવણી માટે મેગા ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. 

આ પ્રસંગે સહકારી સંસ્થાના લાભાર્થીઓને સહકારી યોજનાની સહાય, ખેડૂતોને પશુપાલન કેસીસી તથા દૂધ મંડળીઓને  માઇક્રો એટીએમનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહનું પ્રાસંગિક ઉદબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું.


નોંધનીય છે કે કેન્દ્રીય કેબિનેટની તારીખ ૧૫-૦૨-૨૦૨૩ના રોજની મળેલ બેઠકમાં સરકારના "સહકારથી સમૃદ્ધિ"ના વિઝનને સાકાર કરવા માટે દેશની તમામ ગ્રામ પંચાયતમાં બહુહેતુક સેવા મંડળી તથા ડેરી અને ફિશરીઝ મંડળીની રચના કરવા માટે લેવાયેલ નિર્ણયના અનુસંધાને દેશમાં ૧૦,૦૦૦ નવી સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. 

જેની ઉજવણીના ભાગરૂપે તથા આ કાર્યક્રમથી પ્રોત્સાહિત થઇ દેશની વંચિત ગ્રામ પંચાયતોમાં પણ સહકારી મંડળી રચાય અને સહકાર થકી ગામોમાં સમૃદ્ધિ આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો. અત્રે નોંધનીય છે કે, ખેડા જિલ્લામાં નવીન ૨૫ બહુહેતુક  સેવા મંડળીઓ તથા ૧૦ દૂધ મંડળીઓની રચના થયેલ છે.

આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય દેવુંસિંહ ચૌહાણ, ડેપ્યુટી કલેકટર, કે.ડી.સી.સી બેંકના ચેરમેન તેજસભાઈ પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર સ્તુતિ રાવલ, એપીએમસી તથા જિલ્લાની સહકારી સંસ્થાના આગેવાનો, જિલ્લાની નવી રચાયેલ મંડળીઓના સભાસદો હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार