આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને દબોચ્યાં
આણંદમાં વૃદ્ધ મહિલાને રીક્ષામાં બેસાડી રોકડ તેમજ સોનાના દાગીના ચોરી કરનાર રીક્ષાચાલક અને તેના ત્રણ સાગરીતો ઝડપાયાં.
આણંદ ખાતે સામાજીક પ્રસંગમાં હાજરી આપવા આવેલા વૃદ્ધ મહિલાને રીક્ષામાં બેસાડી રોકડ તેમજ સોનાના દાગીના ભરેલ પાર્સની ચોરી કરનાર રીક્ષા ચાલક અને તેના ત્રણ સાગરીતોને આણંદ ટાઉન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દા માલ તેમજ ચોરીના કામમાં વપરાયેલ રીક્ષા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના વૃદ્ધ મહિલા આણંદ નવા બસસ્ટેન્ડથી રીક્ષામાં બેસી પ્રસંગ સ્થળે જઈ રહ્યાં હતાં. તે દરમિયાન રીક્ષાચાલક અને રીક્ષામાં સવાર ત્રણ શખ્સોએ નજર ચૂકવી આ વૃદ્ધ મહિલાના થેલામાંથી રોકડ તેમજ સોનાના દાગીના ભરેલ પર્સની ચોરી કરી લીધી હતી. જે બાદ આ વૃદ્ધ મહિલાને રીક્ષામાંથી ઉતારી ચારેય જણાં રીક્ષા લઈને ભાગી ગયાં હતાં. આ અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા વિદ્યાલય પાછળના ભાગે આવેલ હસ્તીનાપુર સોસાયટીમાં રહેતાં ૭૭ વર્ષીય કાંતાબેન જયંતીભાઈ પટેલ ગત તારીખ ૨૦ જાન્યુઆરીના રોજ પોતાની બેનના દિકરાની દિકરીના સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે આણંદ આવ્યાં હતાં. તેઓ બપોરના બે વાગ્યાના અરસામાં આણંદ ખાતે નવા બસ સ્ટેન્ડની બહાર નિકળી એક રીક્ષામાં બેસી આણંદ આર્ય સમાજની વાડીમાં જવા નીકળ્યાં હતાં. તે વખતે રીક્ષામા અગાઉથી બે ઈસમો બેઠેલાં હતા. આ રીક્ષા નવા બસ સ્ટેન્ડથી થોડેક આગળ જતા બીજો એક ઈસમ પણ રીક્ષામાં બેઠો હતો. થોડાક આગળ નીકળ્યાં બાદ એક ઈસમે, બેસતાં નથી ફાવતું તેમ કહીને કાંતાબેનનો થેલો નીચે પગ પાસે મુકાવ્યો હતો. દરમિયાન આ ત્રણેય શખ્સોએ નજર ચૂકવી કાંતાબેનના થેલામાંથી રોકડ તેમજ સોનાના દાગીના ભરેલ પર્સ ચોરી કરી લીધું હતું. જે બાદ આ ચારેય જણાં ગોપાલ ચા૨ રસ્તા સર્કલ પાસે કાંતાબેનને રીક્ષામાંથી ઉતારીને ભાગી ગયાં હતાં.
પર્સમાંથી આશરે ૨૫૦૦ રૂપીયા રોકડા તેમજ સોનાની ચાર નંગ બંગડી તેમજ સોનાની એક ચેઈન કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ કિંમતના દાગીના ચોરાયા હોવા અંગેની ફરીયાદ આણંદ ટાઉન પોલીસ મથકમાં આપી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો અને નેત્રમ શાખા સી.સી.ટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી, ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓ સલીમભાઈ ઉર્ફે અમદાવાદી યુનુસભાઈ વ્હોરા (મુળ રહે. સોજીત્રા. હાલ રહે. સીલવઈ, ઈન્દીરાનગરી, પાણી ટાંકી પાસે તા.પેટલાદ), સલીમભાઈ ઈસ્માઈલભાઈ શેખ (રહે. રહેમની મહોલ્લા, અલ્લાનગર બહેરામપુરા, અમદાવાદ), મજીદભાઈ ઉર્ફે મજજુ મતલબભાઈ શેખ (રહે. બહેરામપુરા, અલ્લાનગર, રહેમાની મહોલ્લા, અમદાવાદ) અને અબ્દુલવહાબ મહેબુબભાઈ શેખ (રહે. આબાદનગર, પાંચ પીર દરગાહની સામે, દાણીલીમડા પોલીસ લાઈનની સામે, અમદાવાદ) ની અટકાયત કરી, તેમની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તેમજ ચોરીના કામે વપરાયેલ નંબર પ્લેટ વગરની સીએન.જી રીક્ષા જપ્ત કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી પાસેથી કબ્જે લીધેલ મુદ્દામાલ:
પોલીસે પકડાયેલા ચારેય આરોપીઓ પાસેથી સોનાની બંગડી નંગ-૪ તથા તુલસી માળા નંગ-૧ કી.રૂ. ૪,૦૦,૦૦૦ તથા રોકડા રૂ.૨૫૦૦ તેમજ સી.એન.જી રીક્ષા કિ.રૂ. ૨,૦૦,૦૦૦ મળીને કુલ રૂપિયા ૬,૦૨,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ:
* આરોપી સલીમ ઉર્ફે અમદાવાદી યુનુસભાઈ વ્હોરા વિરૂધ્ધમાં અગાઉ નડિયાદ ટાઉન તેમજ અમદાવાદ શહેરના કાલુપુર, સાબરમતી અને બાપુનગર પોલીસમથકે ચોરીના ગુનાઓ નોંધાયેલ છે.
* આરોપી અબ્દુલવહાબ શેખ વિરૂદ્ધ આણંદ ટાઉન, બોરસદ ટાઉન, સોજીત્રા તેમજ અમદાવાદના દાણીલીમડા અને એલીસબ્રીજ પોલીસમથકમાં ચોરીના ગુનાઓ નોંધાયેલ છે.
* આરોપી મજીદભાઈ ઉર્ફે મજજુ વિરૂધ્ધ બોરસદ ટાઉન અને સોજીત્રા પોલીસ મથકમાં ચોરીના ગુનાઓ નોંધાયેલ છે.
* આરોપી સલીમ શેખ વિરૂદ્ધ અગાઉ બોરસદ ટાઉન પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાયેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प