सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉત્તરસંડા પાસે નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે લીધી મુલાકાત

મુંબઈ-અમદાવાદ કોરીડોર થી રૂટ પરના શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદિલ થશે અને તેનાથી ઈકોનોમીમાં ગતિશિલતા આવશે : કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ

યેશા શાહ
  • Mar 1 2025 5:14PM

કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવે ખેડા જીલ્લાના ઉત્તરસંડા પાસે આવેલા નવ નિર્મિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મંત્રીએ સ્ટેશન પર આ ચાલી રહેલ કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. તેમણે સ્ટેશન પરના ૩ ફ્લોરની મુલાકાત લઈ કામગીરીની ગુણવત્તા પણ નિહાળી હતી. આમ તેમણે સ્ટેશનના ફ્લોરથી છત સુધીના બાંધકામનું નિરીક્ષણ કર્યુ હતુ.

કેન્દ્રીય મંત્રીએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતુ કે ૩૬૦ કિ.મી જેટલી લાઈનનું કામ પુર્ણતાના આરે આવ્યું છે. તેમણે જણાવ્યું કે બુલેટ ટ્રેનની સ્પીડને લીધે ઉભા થતા પ્રેશર ઝોનને ધ્યાનમાં લઈને ઉત્તરસંડા બુલટે સ્ટેશન પર ગ્રાઉન્ડ લેવલ, કોન્કોર્સ લેવલ અને પ્લેટફોર્મ લેવલ સુધી સુદ્રઢ કામગીરી કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે બુલેટ ટ્રેન ૩૫૦ કિ.મી ની સ્પીડ પર સ્ટેશન પર આવે ત્યારે સ્ટેશનમાં લાઈટ, કેબલ સહિત સમગ્ર માળખામાં કોઈ ડિસ્ટર્બન્સ ન ઊભું થાય તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યુ છે. 

વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે થાણે, વાપી, સુરત, વડોદરા, નડિયાદ/આણંદ અને અમદાવાદ સુધીના તમામ શહેરો સિંગલ ઈકોનોમિક ઝોનમાં તબદીલ થશે જેનાથી ઈકોનોમીમાં ગતિશીલતા આવશે, આ પ્રસંગે ખેડા સાંસદ દેવુંસિહં ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार