सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

એકબીજાનાં ઉપાસના દેવતાને નીચા ન દેખાડે એ જ સર્વોપરી સનાતન ધર્મ - ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત ગાથા સાથે લઘુમહંત ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ

મૂકેશ પંડિત
  • Mar 18 2025 11:56AM

ઠાકરધામ બાવળિયાળીમાં શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાન કરતાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ધાર્મિકતાનાં નામે ચાલતી હલકી ચેષ્ટાઓ સામે રંજ વ્યક્ત કરતાં કહ્યું કે, એકબીજાનાં ઉપાસના દેવતાને  નીચા ન દેખાડે એ જ સર્વોપરી  સનાતન ધર્મ છે. આ સાથે લઘુમહંત ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ કરવામાં આવી છે.

મહંત મહામંડલેશ્વર રામબાપુનાં નેતૃત્વ સાથે ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાનાં વ્યાસાસને શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા લાભ મળી રહ્યો છે. આજે હિન્દુત્વનાં પ્રહરી પ્રવિણ તોગડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી. 

શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાન ગાથા ગાન કરતાં વ્યાસપીઠ પરથી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ ઋષિઓનાં સંવાદ અને મહાત્મ્ય રજૂ કરતાં શ્રધ્ધા એટલે પાર્વતી અને વિશ્વાસ એટલે શિવ એમ મહિમા વર્ણન સાથે કહ્યું કે, જડ લાગતાં પંચ મહાભૂત છે તત્વોમાં પણ દૈવી શક્તિ એટલેકે ચેતન તત્વ છે જ, જે આજનાં વિજ્ઞાન દ્વારા પણ સ્વીકારાયેલું છે.  

સાંપ્રત ધાર્મિકતાનાં નામે ચાલતી હલકી ચેષ્ટાઓ સામે રંજ વ્યક્ત કરતાં કહ્યું કે, એકબીજાનાં ઉપાસના દેવતાને  નીચા ન દેખાડે એ જ સર્વોપરી  સનાતન ધર્મ છે. વીરપુરનાં ઈતિહાસ સાથે થઈ રહેલ વિકૃત મનઘડંત પ્રસંગો સહિત સ્વામિનારાયણ સંપ્રદાયની કેટલીક વ્યક્તિઓ દ્વારા બીજા પણ આવાં કૃત્યો સામે સંવેદના પૂર્વક રોષ વ્યક્ત કર્યો. તેઓએ કહ્યું કે, સનાતન સંસ્કૃતિની બાબતમાં ઘાલમેલ કરવાની છોડો તો સારું છે. તેમણે આ ઠાકરધામ દ્વારા થતી ભજન અને ભોજનની સદપ્રવૃત્તિ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો.

કથાનાં બીજા દિવસે આ સાથે લઘુમહંત ગોપાલ ભગતની ગાદી તિલક વિધિ મોટીબોરુ મહંત કાનજીબાપુનાં હસ્તે સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી.

ગોપ ગાથા પ્રસંગે કણીરામજી બાપુ ( દુધરેજ ), જાનકીદાસ બાપુ ( કમીઝળા ) સહિત અનેક જગ્યાનાં સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અગ્રણીઓએ કથા લાભ લીધો. 

ઉદઘોષક નરેશભાઈ મહેતા દ્વારા સુંદર સંચાલન થઈ રહ્યું છે. પોરબંદર સાંદિપની સંસ્થાનાં પ્રવિણભાઈ દવેનાં આયોજન સાથે પૂજન વિધિ તેમજ સંકલનમાં ભરતભાઈ રાઠોડ અને કાર્યકર્તા સેવકો રહ્યાં છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार