ખેડા જિલ્લાના માતર ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યું
અંદાજિત ૧ કરોડ ૨૨ લાખની કિંમતના કામોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યું
માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આયુષ્માન આરોગ્ય મંદિર-૧, મોટી ભાગોળ અને આયુષ્યમાન આરોગ્ય મંદિર માતર- ર, માતર વાસણા રોડ, રામાપીર મંદિર પાસે ખાતમુર્હૂત કરવામાં આવ્યું તથા આયુષ્માન આરોગ્ય મંદિર માતર- 3 રામપુરાનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજિત ૧ કરોડ ૨૨ લાખની કિંમતના કામોનું ખાતમુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવ્યું. જેનાથી માતર તાલુકાની જનતાની આરોગ્ય સેવાઓમાં સવિશેષ વધારો થશે.
આ પ્રસંગે ધારાસભ્ય માતર વિધાનસભા, તાલુકા પંચાયત પ્રમુખ માતર, માતર ગ્રામ પંચાયતના સરપંચ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. રીતેશ બેન્કર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ત્રાજના ડોક્ટર તિથિ શાહ તથા આયુષ્માન આરોગ્ય મંદિરનો સમગ્ર સ્ટાફ, આશા બહેનો, આશા ફેસીલેટર, આંગણવાડી બહેનો અને અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ ગ્રામજનો હાજર રહેલ હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प