દેશનું ત્રીજું અને ગુજરાતનું સર્વ પ્રથમ સ્પીડ બ્રીડીંગ સેટઅપ ઉભું કરવામાં આવ્યું છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીના મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમ ખાતે ગુજરાત રાજ્યનું સર્વ પ્રથમ "સ્પીડ બ્રીડીંગ સેટઅપ’ ઉભું કરવામાં આવ્યું છે. આ પ્રકારની અધ્યતન સુવિધા સમગ્ર ભારતમાં ફક્ત 3 જગ્યાએ જ કાર્યરત છે અને હવે નવસારીના આંગણે આ ચોથુ યુનિટ છે. 'સ્પીડ બ્રીડીંગ સેટઅપ સુવિધા યુનિવર્સિટીનાં સંશોધનને લગતા કાર્યો ખાસ કરીને ડાંગર તથા અન્ય પાકોની નવી જાત વિકસાવવામાં ખુબજ મદદરૂપ થશે. આ સુવિધા દ્વારા પાકનું જીવન ચક્ર ટૂંકાવી શકાય છે અને વર્ષમાં ડાંગર પાકના 5 થી 6 જેટલા જીવનચક્ર પુરા કરી શકાય છે. જેનાથી ડાંગરની નવી જાત વિકસાવવાનો સમય જે અગાઉ 10થી 12 વર્ષ હતો તે 6 થી 7 વર્ષ થઈ જશે. આમ આ સુવિધા થકી ઝડપથી ડાંગરની નવી બાયો-ફોર્ટીફાઈડ જાતો કે જે સામાન્ય જાતો કરતા ઘણી વધારે પોષણક્ષમ હોય છે. તેમજ વિષમ આબોહવા સામે ટકી શકે તેવી કલાઈમેટ રેઝીલીયન્ટ જાતો વિકસાવી ખેડૂતોને આપવામાં મદદરૂપ સાબિત થશે.
આ ''સ્પીડ બ્રીડીંગ સેટઅપ સુવિધા રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત વિકસાવવામાં આવેલ છે. નવીજાત માટે 50 ટકા સમય ઘટી જાય છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં 1.5 કરોડના ખર્ચે વર્ષ 2023માં યુનિટ ઉભુ કરવામાં આવ્યું છે. જેમાં ચેમ્બરમાં 16 હેલિયો સ્પેક્ટ્રા લાઇટ લાઇટ લગાવવામાં આવી છે. જેના કારણે સંશોધન પરથી નક્કી કરાયું છે કે ડાંગરની નવી જાતને બહાર પાડવાના સમયગાળામાં 50 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.