કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ
જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા
કાશ્મીર પ્રદેશમાં બે દિવસ પહેલાં વાદળ ફાટવાની ઘટનામાં ભોગ બનનારને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ આપવામાં આવી છે. આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે.
છેલ્લાં બે દિવસ દરમિયાન કાશ્મીર સહિત ઘણાં વિસ્તારમાં વરસાદી વાતાવરણ સર્જાયું છે, જેમાં બે દિવસ પહેલાં જમ્મુ શ્રીનગર વચ્ચે રામબન વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે. આ પ્રાકૃતિક દુર્ઘટનામાં મળેલી વિગતો મુજબ ૮ વ્યક્તિઓ ભોગ બનેલ છે.
મોરારિબાપુનાં વ્યાસાસને આ પ્રદેશમાં જ એટલે કે શ્રીનગરમાં રામકથા ચાલી રહી છે, જેનાં મનોરથી અરુણભાઈ શ્રોફ રહ્યાં છે. આજનાં ત્રીજા દિવસની કથા પ્રારંભે આ ભોગ બનનાર મૃતકોને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. મોરારિબાપુએ આ આપદામાં જીવ ગુમાવનારનાં પરિવારજનોને સંવેદના સાથે રૂપિયા ૨૫ હજાર લેખે રૂપિયા ૨ લાખ સહાયતા આપવામાં આવશે તેમ જણાવી ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प