ખેડા જિલ્લાના વડતાલધામમાં દેવોને ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ધરાવાયો
ચૈત્રસુદ પડવો નિમિત્તે એક હરિભક્ત દ્વારા ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ઉત્સવ રાખવામાં આવ્યો
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ધામ ખાતે તા.૩૦ માર્ચને રવિવાર ચૈત્રસુદ પડવાના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને એક હરિભક્ત દ્વારા ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. સવારે ૮ થી સાંજના ૬ સુધી ચીકુ અન્નકુટના હજ્જારો હરિભક્તો એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ચીકુ ઉત્સવની માહિતી આપતા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીસ્વામીએ જણાવ્યું હતું કે ઉનાળાની સીઝનમાં હરિભક્તો દેવોનો રાજીપો પ્રાપ્ત કરવા માટે ઋતુ પ્રમાણે ફળ ઉત્સવ ઉજવતા હોય છે. ત્યારે ચૈત્રસુદ પડવોને રવિવાર તા. ૩૦ માર્ચના રોજ એક હરિભક્ત દ્વારા ૧ હજાર કિલો ચીકુનો અન્નકુટ ઉત્સવ રાખવામાં આવ્યો હતો.
આ ચીકુ વાપીની એક વાડીમાંથી મંગાવવામાં આવ્યા હતા. સાંજે ૬ કલાકે ચીકુ નીચે ઉતાર્યા બાદ વડતાલ બાળમંડળના બાળકોને તથા ચરોતરના વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ શાળાઓમાં વિતરણ કરવામાં આવનાર છે. સમગ્ર ઉત્સવનું આયોજન અને સંચાલન પૂ.શ્યામવલ્લભસ્વામી તથા કાર્યકર્તાઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प