વિકૃતિની તમામ હદ વટાવી મહુધા તાલુકાના મહિસા ખાતે યુવક - યુવતીને મોતને ઘાટ ઉતારી યુવતી પર દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ નિનામાને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મહુધા કોર્ટે આઠ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલમાં મહુધા પોલીસ દ્વારા આરોપીની વધુ તપાસ કરાઈ રહી છે.
ગત બુધવારની રાત્રિના મહીસા અનારા રોડ પર ખેતાઈ માતાના મંદિર પાછળ ચાર ખેતર અંદર પંચમહાલના યુવક-યુવતીને સ્થાનિક પ્રકાશ નિનામાએ બદઈરાદાપૂર્વક મૌતને ઘાટ ઉતારી દીધા હતાં. પંચમહાલથી પ્રેમલગ્ન કરી એકબીજા સાથે આખી જિંદગી વિતાવવાનાં સપનાં સેવતા ભાગીને ડાકોર ગોમતી ઘાટે ક્યાંક આશરો લેવાની જગ્યા માટે બન્ને યુગલ આમતેમ ભટકતાં હતાં. દરમ્યાન તેઓનો ભેટો મહીસા રહેતાં પ્રકાશ નિનામા સાથે થયો. તે આ યુગલને સુરક્ષિત જગ્યાએ આશરો આપવાની બાંહેધરી આપી મહીસા લાવ્યો હતો. આ નરાધમે યુગલની લાચારી અને ભોળપણનો ફાયદો ઉઠાવવા ગોમતી ઘાટે જ યુક્તિ થડી નાંખી હતી. તે મહીસા ખાતે આ યુગલનાં બાઈક પર જ આવ્યો હતો. તેણે પાંચ વાગ્યાના અરસામાં આ યુગલને રોડ પર આવેલા ખેતાઈ માતાના મંદિરે બેસાડયા અને અંધારૂ થતાં પોતાના ઓળખીતાનાં તબેલે રાતવાસો કરાવવાની ખાતરી આપી હતી.
અંધારૂ થતાં યુગલને તબેલામાંથી ખાટલો આપી આશ્રય આપ્યો હતો. બીજી તરફ તેણે પોતાનાં માટે અને યુગલ માટે ઓળખીતાને ત્યાં ત્રણ લોકોનાં ટિકિન બનાવડાવ્યા હતાં, રાત્રિના આઠ વાગ્યે બન્ને યુગલને ટિફિન પણ પહોંચાડ્યું હતું. બાદમાં તે પોતાનો બદઈરાદો પૂર્ણ કરવાં અધીરો બન્યો હતો. રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ ખાટલામાં સૂતેલા યુવકને બોથડ પદાર્થથી ફટકા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. બાદમાં યુવતીને માથામાં ફટકા મારી અર્ધબેભાન કરી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. જોકે, તે એટલો વિકૃત બન્યો કે તેણે ખેતરમાં પડેલ રાડિયું પણ યુવતીના ગુપ્ત ભાગમાં નાખી અંદર નવ થી દસ સેન્ટીમીટર જેટલા ભાગમાં ઇજાઓ પહોંચાડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી શુક્રવારે મહુધા કોર્ટમાં રજૂ કરતાં આઠ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતાં.
શુક્રવારે આરોપીને મહુધા સીએચસી ખાતે લઈ જઈ તેનાં સિમેન લેવામાં આવ્યાં હતો. તેમજ પંચમહાલથી યુવક- યુવતી જે બાઈક લઈને આવ્યા હતાં, તે બાઈક પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યું છે. બીજી તરફ પીએમ દરમ્યાન યુવતીના જઠર, આંતરડા, લીવર, ફેફસાં કીડની અને યુટ્સનાં સેમ્પલ પણ લેવામાં આવ્યાં છે.