सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાટણમાં શહીદ દિવસ નિમિત્તે "શૌર્ય સંધ્યા" કાર્યક્રમ 13 શહીદ પરિવારજનોનું ભવ્ય સન્માન

પાટણ શહેરમાં શહીદ દિવસ નિમિત્તે "પ્રયાસ ફાઉન્ડેશન", "રોટ્રેક ક્લબ" અને "રોટરી" સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે "શૌર્ય સંધ્યા" નામના વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરત પંચાલ
  • Mar 24 2025 6:22PM
પાટણ શહેરમાં શહીદ દિવસ નિમિત્તે "પ્રયાસ ફાઉન્ડેશન", "રોટ્રેક ક્લબ" અને "રોટરી" સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે "શૌર્ય સંધ્યા" નામના વિશેષ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 8:00 વાગ્યે પાટણના એક ભવ્ય સ્થળે યોજાયેલા આ કાર્યક્રમમાં 13 શહીદ પરિવારજનોને "ફૂલ નહીં ફૂલની પાંખ જેટલી" આર્થિક સહાયની રકમ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ચાર વર્ષથી ચાલુ છે આ ગૌરવમય પરંપરા

આ કાર્યક્રમની શરૂઆત 2019થી થઈ હતી અને દર બે વર્ષે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ચોથીવાર આ શૌર્ય સંધ્યાનું આયોજન થયું હતું જ્યાં અત્યાર સુધી કુલ 61 વીર શહીદ પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ ઉજવણીમાં શહેરના આગેવાનો  સામાજિક કાર્યકર્તાઓ અને આરએસએસના વિદેશ પ્રચારક ઐયરજી વિશેષ આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. એમની  સાથે બીજેપી પૂર્વ મહામંત્રી કે સી  પટેલ અને  કર્નલ દહિયા અને  જીલ્લા પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ હાજર રહ્યા હતા 

"પ્રયાસ ફાઉન્ડેશન"ની ટીમે શહીદ પરિવારજનોના ઘરે જઈને એમની રૂબરૂ મુલાકાત લીધી હતી અને એમને પાટણ ખાતે આમંત્રિત કરી હોટલમાં રહેવાની ખાસ વ્યવસ્થા ગોઠવી હતી. સમારંભ દરમિયાન પરિવારજનોને મોમેન્ટો અને નાણાંકીય સહાયના ચેક સાથે ગૌરવમય સન્માન અપાયું હતું.

"પ્રયાસ ફાઉન્ડેશન" અને "રોટ્રેક ક્લબ" તથા "રોટરી"ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માત્ર શહીદ પરિવારજનોનું સન્માન કરવાનો નથી પરંતુ નાગરિકો અને ખાસ કરીને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશસેવાનો સંદેશ ફેલાવવાનો છે. સંસ્થાના કાર્યકર્તાઓએ જણાવ્યું કે આ કાર્યકમ દર બે વર્ષે ચાલુ રહેશે અને અમે વધુ ને વધુ શહીદ પરિવારોને આ રીતે માન આપવાનું ધ્યેય રાખીએ છીએ.
શહીદ દિનની ઉજવણીના અંતે રાષ્ટ્રભક્તિથી ભરેલા ગીતો અને સંગીત સાથે દેશપ્રેમનો મહોલ છવાઈ ગયો હતો. પાટણના હજારો નાગરિકોએ આ કાર્યક્રમમાં હાજરી આપીને દેશપ્રેમનો ઉમળકો વ્યક્ત કર્યો.

આમ, પાટણમાં યોજાયેલ "શૌર્ય સંધ્યા" કાર્યક્રમ શહીદ પરિવારજનો માટે ગૌરવની ક્ષણ બની રહ્યો જ્યારે નાગરિકો માટે રાષ્ટ્રસેવાની પ્રેરણાનું પ્રબળ માધ્યમ સાબિત થયો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार