सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા પંચાયત ભવન ખાતે સર્વિકલ કેન્સર માટેના પાઈલોટ પ્રૉજેક્ટનો સમાપન સમારોહ યોજાયો

ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે આ પ્રોજેક્ટ હેઠળ કાર્યક્રમ યોજાયો

યેશા શાહ
  • Mar 27 2025 12:13PM
ટ્રેસ્ના ફાઉન્ડેશન અને કેપેડ ઈન્ડિયા ના સહિયારા ઉપક્રમે સર્વિકલ કેન્સર માટે ના પાઈલોટ પ્રૉજેક્ટ ની જિલ્લા પંચાયત ભવન – ખેડા ખાતે સમાપન સમારોહ  રાખેલ હતો.  
ગર્ભાશય ના મુખ નું કેન્સર એ એક સમસ્યા નથી તે આરોગ્ય વિશે ની અપ્રતિક્ષિત ચેતવણી છે. જે દરેક મહિલા એ ગંભીરતા થી લેવી જોઈએ . ખેડા જિલ્લા ના નડિયાદ ,વસો ,મહુધા અને કઠલાલ  તાલુકા માં સતત ૮ મહિના કાર્ય કર્યા પછી આ પ્રૉજેક્ટ પૂર્ણ  કર્યો,  તેનો કાર્યક્રમ જિલ્લા પંચાયત ભવન , ખેડા માં રાખ્યો હતો. જેમાં જે ટીમે નિસ્વાર્થ ભાવના સાથે સહકાર આપ્યો હતો તેઓ ને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં ૪ તાલુકા ની જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં સ્ક્રિનિંગ વધારે થયું હતું  તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને પ્રોત્સાહિત કર્યા હતા.

તે ઉપરાંત  આશા ચેમ્પિયન એવોર્ડ જે તે આશા બેહનો એ ગામ ની મહિલા ઓ માં જાગૃતિ ફેલાવી અને સ્ક્રિનિંગ સુધી લઈ આવતા હતા તેઓ ને એવોર્ડ આપ્યા હતા . આ સાથે સ્ટાફ નર્સ જે આરોગ્ય વ્યવસ્થા ની મજબૂત પીઠબળ છે અને જેમને 50 થી વધારે સ્ક્રિનિંગ કર્યા હતા તેઓ ને પણ એવોર્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન ટ્રેસ્ના ફાઉન્ડેશનની  ટીમે કર્યું હતું . જેમાં  ટ્રેસ્ના ફાઉન્ડેશન ના  ફાઉન્ડર અને ડિરેક્ટર રંગોલી બક્ષી મેડમ , CAPED ટીમ ના ઓપરેશન હેડ રવિ સિસોદિયા, પ્રોગ્રામ  મેનેજર ટોલસી શર્મા અને NCI AIIMS ના ડો. રાજુભાઈ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો.વી. એ. ધ્રુવે  અને તેમની ટીમ તથા સિવિલ હોસ્પિટલ ના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી  ડો. કવિતા મેડમ જી  અને તેમની ટીમ, ચારેય તાલુકાના તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડીકલ અધિકારીઓ, સ્ટાફ નર્સો,  આશા વર્કર બેહનો અને લાભાર્થીઓ  એ હાજરી આપી હતી.

આ પાઈલોટ પ્રૉજેક્ટ ને સફળ બનાવવામાં અમને આરોગ્ય વિભાગ નો  બોહળો સહકાર મળ્યો હતો. તેનો  ટ્રેસ્ના ફાઉન્ડેશન વિશેષ માં દિલ થી આભાર વ્યક્ત કરે છે .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार