सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરાયું

શાળાના તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમમા ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.

યેશા શાહ
  • Dec 22 2023 6:03PM
સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કૂલમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવના મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ સમાજ સેવા ટ્રસ્ટના નિયામક તેમજ સુરજબા મહિલા આર્ટસ કોલેજના આચાર્ય ડૉક્ટર હસિતભાઈ મહેતા, સમાજસેવક તેમજ વ્યવસાયે વકીલ નરેન્દ્રભાઈ નકુમ, શાળાના કો. ઓર્ડિનર આર.કે. પટેલ તેમજ પંકજભાઈ જોશી, પ્રાથમિક શાળાના આચાર્યા  અંજુબેન પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટથી કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનઓનો પરિચય શાળાના આચાર્ય જતનકુમાર એમ જોષીએ આપ્યો હતો. ઉપસ્થિત મહેમાનઓએ પ્રંસગિક પ્રવચન કર્યું હતું.

ખેડા જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ પટેલે જીવનમાં રમત ગમતનું મહત્વ સમજાવ્યું હતું અને તેમના દ્વારા વાર્ષિક રમતોત્સવ ખુલ્લો મુકવાની જાહેરાત કરવામાં આવી હતી. ખૂબજ  હર્ષો ઉલ્લાસ અને આનંદ સાથે રમત રમતોત્સવ શરૂ થયો હતો. શાળાના તમામ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો તેમ જ શાળાના શિક્ષકો દ્વારા પણ સુંદર રીતે રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક અનિલભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ અમિતભાઈ સોલંકીએ કરી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार