सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ફડણવીસ જ મહારાષ્ટ્રના સીએમ, શિંદે અને અજીત પવાર બનશે ડે.સીએમ, આવતીકાલે શપથગ્રહણ

ભાજપની કોર કમિટી બેઠકમાં સર્વ સંમતીથી નિર્ણય લેવામાં આવ્યો

Jashu Bhai Solanki
  • Dec 4 2024 1:25PM

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલું સસ્પેન્સ આજે સમાપ્ત થઈ ગયું છે. મહાયુતિ મહાગઠબંધન (ભાજપ-એનસીપી-શિવસેના)ના ધારાસભ્ય દળની બેઠક માટે પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો વિજયભાઇ રુપાણી અને નિર્મળા સિતારમણ મુંબઈ પહોંચ્યા હતા.

મુંબઇમાં વિધાયક દળની બેઠકમાં વિજય રુપાણી કે જેમને મહારાષ્ટ્ર લેજિસ્લેટિવ પાર્ટીની બેઠક માટે કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેમણે પાર્ચીના વરિષ્ઠ નેતાઓને મુખ્યમંત્રી પદ માટે તેમની પસંદગીના નામો પ્રસ્તાવિત કરવા વિનંતી કરી હતી. આ પછી ચંદ્રકાંત પાટીલે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. સુધીર મુનગંટીવારે પણ દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.

આ બેઠક દમિયાન રાજ્યના નવા સીએમની જાહેરાત થઇ ચુકી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસનું નામ જ આગળ હતું, જ બાદમાં હવે દેવેન્દ્ર ફડણવીસ જ સીએમ બનશે અને એકનાથ શિંદે ડે.સીએમ બનશે.

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ 5 ડિસેમ્બરે CM પદના શપથ લેશે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી તેમજ ગૃહ મંત્રી અમિત શાહ સહિતના નેતાઓ હાજરી આપશે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार