બાંગ્લાદેશમાં ધાર્મિક લધુમતિઓ ખાસ કરીને હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાની ચોંકાવનારી ધટનાઓ સામે આવી છે. તાજેતરમાં હિંદુ સાધુ ચિન્મય પ્રભુની રાજદ્રોહના આરોપમાં ચટગાંવમાથી ઘરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બાંગ્લાદેશના એક કોર્ટે તેમની જામીન અરજી પરની સુનાવણી આગાની મહિના સુધી મુલતવી રાખી છે. કારણ કે તેમને વતી દલીલી કરવા માટે કોઇ વકીલ હાજર જ ન થયો હતો.
અગાઉ પણ ચિન્મય દાસની કાર્ટમાં હાજરી વખતે તેમના વકીલ રેગન આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. વકીલ પરના હુમલાનો કથિત વીડિયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારથી ચિન્યમ દાસને કોઇ વકીલ મળતા નથી.
ઇસ્કોન કોલકતા વકીલોને સુરક્ષા પ્રદાન કરવા વિનંતી કરી
આ દરમિયાન કોલકાતા સ્થિત ઇસ્કોને બાંગ્લાદેશને અપિલ કરી છે કે ચિન્યમ દાસ પ્રભુના વકીલ પર હુમલા બાદ તેમનું પ્રતિનિધીત્વ કરવા ઇચ્છુક વકીલોની સુરક્ષા સુનિશ્વિત કરે છે. ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે દાવો કર્યો હતો કે ચિન્મય દાસ પ્રભુનું પ્રતિનિધિત્વ કરેતા વકીલ પર બાંગ્લાદેશના એક જુથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રાધારમણે બાંગ્લાદેશ સરકારની હિન્દુ સાધુ માટે બચાવ વકીલ ન આપવા બદલ ટીકા કરી અને કહ્યું કે તે મૂળભૂત માનવાધિકારના પાયાની વિરુદ્ધ છે.
ચિન્મય દાસના વકીલ રેગન આચાર્ય જેમણે પ્રથમ દિવસે દાસનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ, ત્યારે જ એક જુથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમની હાલત ગંભીર છે, હાલ તેઓ આઇસીયુમાં છે.