सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરીને NABLની માન્યતા પ્રાપ્ત થઈ છે

શાકભાજી, ફળો, કઠોળ, ધાન્ય અને મસાલા પાકોમાં રહેલ જંતુનાશક દવાઓના અવશેષોનું વિશ્લેષણ કરતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સરકારી પ્રયોગશાળા

ભુરપુરી ગોસ્વામી
  • Mar 18 2025 6:24PM
બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરની પેસ્ટીસાઇડ રેસીડ્યુ લેબોરેટરી (PRL) એ ISO/IEC 17025:2017 સર્ટીફીકેશન સાથે નેશનલ એક્રીડિટેશન બોર્ડ ફોર ટેસ્ટીંગ એન્ડ કેલીબ્રેશન લેબોરેટરીઝ (NABL) દ્વારા માન્યતા પ્રાપ્ત કરીને ગૌરવ વધાર્યું છે. 

આ લેબોરેટરી સમગ્ર ઉત્તર ગુજરાતની એકમાત્ર સરકારી NABL-પ્રમાણિત પ્રયોગશાળા બની છે, જે શાકભાજી, ફળો, કઠોળ, ધાન્ય અને મસાલા પાકોમાં રહેલ જંતુનાશક દવાઓના અવશેષોની વિશ્લેષણ-પ્રક્રિયા માટે નિષ્ણાત છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં ફાળવાયેલા બજેટના આધારે, યુનિવર્સિટીએ અત્યાધુનિક સાધનોની ખરીદી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય વિશ્લેષણ પ્રણાલીને વિકસાવી છે.

રાષ્ટ્રીય પરીક્ષણ અને કેલિબ્રેશન પ્રયોગશાળાઓ માટે માન્યતા બોર્ડ NABL દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં, લેબોરેટરીએ ઉચ્ચ કક્ષાની તકનીકી સુવિધાઓ, કુશળ માનવબળ અને પરીક્ષણ પ્રક્રિયાઓમાં મહત્તમ ચોકસાઈ દર્શાવી, જેના કારણે તેને ચાર વર્ષ માટે આ માન્યતા અપાઈ છે. આ સિદ્ધિ ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકોને પેસ્ટીસાઇડ રેસીડ્યુ વિશ્લેષણ માટે વિશ્વસનીય અને વૈજ્ઞાનિક આધારિત સેવાઓ આપવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

આ સિદ્ધિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ સંશોધન નિયામક ડૉ. સી. એમ. મુરલીધરન, બાયો સાયન્સ રિસર્ચ સેન્ટરના વડા ડૉ. એસ. આર. વ્યાસ, લેબોરેટરીના ઇન્ચાર્જ ડૉ. એસ. બી. ગોંડલિયા અને સમગ્ર તકનીકી સ્ટાફના પ્રયત્નોને વરદહસ્ત મળ્યો છે. NABL સિસ્ટમના CEO અને સંશોધન નિયામક ડૉ. સી. એમ. મુરલીધરન એ જણાવ્યું હતું કે, આ NABL પ્રમાણપત્ર યુનિવર્સિટી માટે ગૌરવપૂર્ણ ઘટના છે અને કૃષિ ક્ષેત્રમાં ઉચ્ચતમ ગુણવત્તાની પરીક્ષણ સેવાઓ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાબિત કરે છે.

સ.દાં.કૃષિ યુનિવર્સિટીની આ લેબોરેટરી ISO/IEC 17025:2017 પ્રમાણપત્ર ધરાવતા આંતરરાષ્ટ્રીય ધોરણોનુ પાલન કરતી પ્રયોગશાળા તરીકે ઉભરી છે, જે ખેડુતો અને ઉદ્યોગો માટે વિશ્વસનીયતા, ગુણવત્તા અને વિજ્ઞાનસંગત પરીક્ષણ સિસ્ટમ સાથે સહાયરૂપ બની રહેશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार