सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

કેમ્પ થકી કુલ ૬૪ વડીલોએ સરકારશ્રીની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો.

ભુરપુરી ગોસ્વામી
  • Dec 2 2024 6:05PM
ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહીને સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો. 

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની છે. આ યોજનામાં કોઈપણ આવક મર્યાદા વગર ૭૦ વર્ષથી વધુ ઉંમરના વડીલોને ૧૦ લાખ સુધીની આરોગ્ય સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર પણ કટિબદ્ધ છે. 

આ કેમ્પ અંગે રાજનગર પરિવારના પ્રમુખ મનોજભાઇ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, આ યોજના વડીલો માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ કેમ્પ થકી કુલ ૬૪ વડીલોએ આયુષ્યમાન કાર્ડ કઢાવ્યા હતા. વૃદ્ધો ધક્કા ના ખાય એ માટે ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી વિસ્તારના તમામ વડીલો માટે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચીમનભાઈ સોલંકી, કોર્પોરેટરશ્રીઓ, વિવિધ સોસાયટીના પ્રમુખ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार