EPS-95 પેન્શનરોની માંગણીઓને લઈ લઘુત્તમ પેન્શન વધારવા માટે શ્રમ મંત્રીનું હકારાત્મક વલણ
શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ દેશના 78 લાખ EPS-95 પેન્શનરોની માંગણીઓ પર સકારાત્મક વલણ અપનાવ્યું હતું, જેમાં લઘુત્તમ પેન્શનમાં વધારો, પતિ પત્નીને મફત તબીબી સુવિધાનો લાભ અને ઉચ્ચ પેન્શન માટેની અરજીઓમાં ભૂલોમાં સુધારો કરવાનો સમાવેશ થાય છે, અને તેના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી.