શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી
૧૩૫ ગામોની શૈક્ષણિક સંસ્થાઓમાં બટુક ભોજન સાથે આશ્રમમાં પૂજન વંદના અને પ્રસાદ લાભ
શિવકુંજ આશ્રમ જાળિયા દ્વારા ભક્તિભાવ સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી થઈ. આ પ્રસંગે ૧૩૫ ગામોની શૈક્ષણિક સંસ્થાઓમાં બટુક ભોજન સાથે આશ્રમમાં પૂજન વંદના અને પ્રસાદ લાભ આયોજન થઈ ગયું.
વિશ્વાનંદમાતાજીનાં નેતૃત્વ સાથે શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાવિક કાર્યકર્તાઓનાં સંકલન સાથે ગોપાલગિરિબાપુની પૂણ્યતિથિની ઉજવણી થઈ.
શિવકુંજ આશ્રમમાં વિવિધ ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ થતી રહે છે. ગોપાલગિરિબાપુની પૂણ્ય તિથિ પ્રસંગે અહીંયા વિશ્વાનંદમાતાજી અને ભૂદેવો દ્વારા પૂજન વંદના થઈ તથા સૌએ પ્રસાદ લાભ લીધો.
આ પ્રસંગે આ પંથકનાં ૧૩૬ ગામોમાં આંગણવાડી, પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓ વગેરે ૪૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં આ દિવસો દરમિયાન બટુક ભોજન કરાવવામાં આવ્યું.
સેવા સંસ્કાર પ્રવૃત્તિથી ધમધમતાં આશ્રમમાં પૂણ્યતિથિ પ્રસંગે લઘુ રુદ્ર અભિષેક ભજન સંકીર્તનમાં સૌ જોડાયાં. અહીંયા ગાયોને નીરણ, કૂતરાને સુખડી ખવરાવવાં અને પીપળા તથા બિલી રોપણ વગેરે આયોજન થયેલ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प