ટ્રેનના એ.સી કોચમાંથી 12 બેડશીટની ચોરી કરીને ભાગી રહેલા બે આરોપીને સિહોર સ્ટેશનએ ઝડપાયા
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં કામ કરતા રેલવે કર્મચારીઓ મુસાફરોને શક્ય તમામ મદદ કરી રહ્યા છે અને સાથે સાથે ડિવિઝનના સતર્ક કર્મચારીઓ રેલવેની સંપત્તિની સુરક્ષામાં પણ યોગદાન આપી રહ્યા છે.
સિહોર રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવી રહેલા રાજકુમાર (પીમેન/સિહોર) એ બે વ્યક્તીઓને ટ્રેનના એરકન્ડિશન્ડ કોચની બેડશીટ સાથે સિહોર સ્ટેશનની બહાર જતા જોતા તે વ્યક્તીઓને બૂમ પાડીને થોભવાનું કહેતા બન્ને વ્યકતિઓ ત્યાથી ભાગવા લાગ્યા. રાજકુમાર ગેંગમેન અજય કુમાર એ દોડીને બંને વ્યક્તિને પકડી લીધા. ઝડપાયા બાદ બંને વ્યક્તીઓને સિહોર સ્ટેશન માસ્ટરની ઓફિસે લઇ જવામા આવ્યા. ત્યાં ફરજ બજાવી રહેલા સ્ટેશન માસ્ટર સાગર પરમારે સિહોર સ્ટેશનના જી.આર.પી.ને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. જે બાદ સ્ટેશન માસ્ટર દ્વારા આ ઘટના અંગે આર.પી.એફ પોસ્ટ ભાવનગરને જાણ કરવામાં આવી હતી.
માહિતી મળતાં સબ ઇન્સ્પેક્ટર અશ્વિન વરૂ અને કોન્સ્ટેબલ નારસંગ ભાઈ સિહોર સ્ટેશને પહોંચ્યા અને ઘટનાની તપાસ કરતાં જાણવા મળ્યું કે બંને પાસે એ.સી કોચની બેડશીટના ત્રણ- ત્રણ પેકેટ કુલ 12 નગ બેડસીટ હતા, જેને બંને વેચવાના ઈરાદાથી લઇ જય રહ્યા હતા.સ્ટેશન માસ્ટરે તે બે વ્યક્તિને આગળની કાર્યવાહી માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને સોંપી દીધા. ભાવનગર ટર્મિનસ પોસ્ટ ના સબ ઈન્સ્પેક્ટર અશ્વિન વરૂ દ્વારા તપાસ ચાલુ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प