सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોર મંદિરમાં ભક્તો માટે દર્શનનો સમય વધારી દેવામાં આવ્યો

ફાગણી પૂનમના મેળામાં ભક્તોની સંખ્યામાં વધારો થશે તેથી મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો

યેશા શાહ
  • Mar 11 2025 3:11PM
હોળીના તહેવાર નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમનો મેળો વોજાનાર છે. ત્યારે હોળી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન ભક્તોની સંખ્યામાં વધારો થશે તેવી બાબતને ધ્યાનમાં રાખીને મેળાના ૨ દિવસ મંદિરનો દર્શનનો ટાઈમ વધારવામાં આવ્યો છે.

ખેડા જિલ્લામાં ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર રણછોડરાયજી મંદિરે ભાવિકોનો વિશાળ મહેરામણ ઉમટે છે. જે દરમિયાન વિશાળ સંખ્યામાં પહોંચતા દર્શનાર્થીઓની રસગવડ માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે દર્શનનો સમય નીચે મુજબ રહેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડાકોરમાં ફાગણી પુનમના મેળાને લઈ રણછોડરાયજીના દર્શનના સમય ફાગણ સુદ ૧૪ (હોળી પૂજન): તારીખ ૧૩ માર્ચ ૨૦૨૫ ગુરૂવારના રોજ દર્શનનો સમય: ૪:૪૫ વાગે નિજ મંદિર ખુલશે,૫:૦૦ વાગે મંગળા આરતી થશે,૫:૦૦ થી ૭:૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે., ૭:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે.,૮:૦૦ વાગે શણગાર આરતી થશે, ૮:૦૦ થી ૧:૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે, ૧:૩૦ થી ૨:૦૦ વાગ્યા સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે., ૨:૦૦ વાગે રાજભોગ આરતી થશે., ૨:૦૦ થી ૫:૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.,૫:૩૦ થી ૯:૦૦ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. (શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.), ૯:૦૦ વાગે ઉત્થાપન આરતી થશે., ૯:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે., ૮:૦૦ થી ૮:૧૫ વાગ્યા સુધી શ્રી રણછોડરાયજી શયનભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે., ૮:૧૫ વાગે શયનભોગ આરતી થશે., ૮:૧૫ થી ખુલી નિત્યક્રમાનુસાર સેવા થઈ સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે., ફાગણ સુદ ૧૫ (પૂળેટી-દોલોત્સવ) તારીખ ૧૪ માર્ચ ૨૦૨૫ શુક્રવારના રોજ દર્શનનો સમયઃ, ૩:૪૫ વાગે નિજ મંદિર ખુલશે,૪:૦૦ વાગે મંગળા આરતી થશે, ૪:૦૦ થી ૮:૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે., ૮:૩૦ થી ૯:૦૦ વાગ્યા સુધી શ્રી ઠાકોરજી બાલભોગ, શૃંગાર ભોગ, ગોવાળ ભોગ ત્રણેય ભોગ બંધ બારણે આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે.,૯:૦૦ વાગે શણગાર આરતી થશે, ૯:૦૦ થી ૧:૦૦ વાગ્યા સુધી શ્રી ગોપાલલાલજી મહારાજ ફૂલડોળમાં બિરાજશે, ફૂલડોળના દર્શન થશે.,૧:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે., ૨:૦૦ થી ૩:૩૦ સુધી શ્રી ઠાકોરજી રાજભોગ આરોગવા બિરાજશે, આ સમયે દર્શન બંધ રહેશે.,૩:૩૦ વાગે રાજભોગ આરતી થશે., ૩:૩૦ થી ૪:૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે.,૪:૩૦ થી ૫:૦૦ સુધી દર્શન બંધ રહેશે. (શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે.),૫:૦૦ વાગે નિજ મંદિર ખુલી, ૫:૧૫ વાગે ઉત્થાપન આરતી થશે.૫:૧૫ થી નિત્યક્રમાનુસાર શયનભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ શ્રી ઠાકોરજી પોઢી જશે.

જિલ્લા વહીવટી તંત્ર - ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન "ડાકોર ફાગણોત્સવ - ૨૦૨૫" નામે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તા. ૧૧ અને ૧૨ માર્ચ ૨૦૨૫ દરમ્યાન થનાર છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार