ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ વડતાલધામ સ્વા.મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો
આ કાર્યક્રમમાં ૨૫ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે મહાસુદ પુનમને બુધવારના રોજ દિવ્ય શાકોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. જેમાં ૨૫ હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે શાકોત્સવના વ્યંજનોને ગુલાબપાંદડી વધાવી પ્રસાદીના કર્યા હતા. સાથે સાથે શાકોત્સવમાં સેવા આપનારા સેવકો ભોજનાલયના કર્મચારીઓ વગેરે સેવા બદલ બિરદાવ્યા હતા.
દિવ્ય શાકોત્સવની માહિતી આપતા મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયા ધામમાં સુરાખાચરના દરબારમાં ૨૦૪ વર્ષ પૂર્વે ૧૦૦ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું. જેનો ૧૨ મણ ઘીમાં વઘાર શ્રીહરિએ પોતાના હાથે કરી ભક્તોને રાજી કર્યા હતા. આ દિવ્ય શાકોત્સવનો નંદ-સંતો સહિત હજ્જારો હરિભક્તોએ લાભ લીધો હતો.
આ શાકોત્સવમાં વપરાયેલ સામગ્રી ગુલાબી રીંગણ ૨૫૦૦ કિલો, બાજરીના રોટલા ૧૫૦૦ કિલો, ચુરમાના લાડુ ૧૦૦૦ કિલો, ડ્રાયફ્રુટ ૧૫૦ કિલો, વધારેલી ખીચડી ૨૦૦૦ કિલો, ઘઉની રોટલી ૩૦૦ કિલો, આથેલા મરચા ૨૦૦ કિલો, તાજી છાશ ૩૫૦૦ લીટર, ગોળ ૪૦૦ કિલો, ખાંડ ૩૦૦ કિલો, ઘી ૩૫૦ કિલો તેલ ૮૦૦ કિલો, પાપડી ૩૦૦ કિલો, વિવિધ પ્રકારના મસાલા ૧૦૦૦ કિલો, વિવિધ પ્રકારના શાકભાજી સુરત, ચરોતર, કાનમના ૧૦૦ ઉપરાંત ગામડાઓના ૧૨ હજાર હરિભક્તો ઉપરાંત વલેટવા, જોળ, સંજાયા, નરસંડા, મહેળાવના ૫૦૦ ઉપરાંત મહિલાઓ દ્વારા રોટલાની સેવા કરવામાં આવી હતી.
મહાસુદ પુનમને બુધવારના રોજ સવારે મંગળા આરતી બાદ પવિત્રાનંદ સ્વામીના સભામંડપ પ.પૂ.બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી તથા હરિગુણદાસજીસ્વામીએ શાકોત્સવ કથામૃતનું રસપાન કરાવ્યું હતું. સત્સંગ સત્રના યજમાન બીપીનચંદ્ર સી.પટેલ (વડોદરા) હતા. સમગ્ર શાકોત્સવની વ્યવસ્થા શ્યામવલ્લભસ્વામી સંભાળી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प