सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કલોલ રેફરલ હોસ્પિટલની પાછળ આવેલ ટાંકી કનેકશનના અભાવે દેખાવ પૂરતી બની

થોડાક સમય અગાઉ જ લોકાર્પણ કરેલ ટાંકીને હજુ સુધી કનેકશન આપવામાં ન આવતા શોભાના ગાંઠીયા સમાન બની

રાજ શાહ
  • Feb 7 2023 11:37AM
કલોલમાં નગરપાલિકા વધુ એક વખત વિવાદમાં આવી છે. જેમાં થોડાક સમય અગાઉ જ લોકાર્પણ કરવામાં આવેલ પાણીની ટાંકીને કનેકશન આપવામાં ન આવતા નવી બનેલ ટાંકી માત્ર દેખાવ પૂરતી સાબિત થઈ છે.

કલોલ નગરપાલિકાની રેઢિયાળ કામગીરીને કારણે કલોલની જનતા ત્રસ્ત થઈ ચૂકી છે. ઢોર પકડની કામગીરી, વધતા દબાણને અટકાવવામાં, ઠેર ઠેર ગંદકી જેવા અનેક મુદ્દાઓમાં નગરપાલિકા તેની ઉદાસીન કામગીરીને કારણે પંકાઈ ગઈ છે. ત્યારે વધુ એક વખત નગરપાલિકા ચર્ચામાં આવી છે. ચર્ચા પાછળનું મુખ્ય કારણ એ છે કે થોડાક સમય અગાઉ જ બનાવવામાં આવેલી પાણીની ટાંકીનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું હોવા છતાં ટાંકીને કનેકશન આપવામાં આવ્યું નથી. જેને કારણે ટાંકી માત્ર દેખાવ પૂરતી સબિત થઈ છે.

કનેક્શનનાં અભાવે ટાંકીમાંથી પાણીનો સપ્લાય થઈ શકતો નથી. રસપ્રદ બાબત એ પણ છે કે કનેકશન આપ્યા વિના ટાંકીનું લોકાર્પણ એટલે કે લોકોની સુખાકારી માટે ચાલુ કરી દેવામાં આવી છે. કનેકશન માટે વલખાં મારી રહેલી ટાંકીને ઝડપથી કનેકશન આપવામાં આવે અને પ્રજાની સુખાકારી માટે ત્વરિત ધોરણે ટાંકીને શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ થઈ રહી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार