ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત
વોક-વે, સાયકલ ટ્રેક અને ગાર્ડન બ્યુટીફીકેશન, આઇકોનીક રોડ ડેવલપમેન્ટ અને ખેતા તળાવ રીનોવેશન સહિતના કુલ ૧૧૧૦.૦૦ લાખના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી, સુશાસન દિવસ ઉજવણીના ભાગરૂપે નડિયાદ, પોદાર સ્કૂલ તરફ જવાના રસ્તે, રીંગ રોડ કેનાલ, ખાતે નવા વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતી નિમિતે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
સુશાસન દિવસ ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નડિયાદના ખેતા તળાવ ખાતે નવા સીટી સીવીક સેન્ટરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે જ, ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં માતર કેનાલને સમાંતર વોક-વે, સાયકલ ટ્રેક અને ગાર્ડન બ્યુટીફીકેશન સહિતના રૂ. ૯૨૫ લાખના, આઇકોનીક રોડ ડેવલપમેન્ટ માટે રૂ.૧૦૯ લાખ અને ખેતા તળાવ રીનોવેશન માટે રૂ. ૭૬ લાખ એમ કુલ ૧૧૧૦.૦૦ લાખના કામોનું તક્તી અનાવરણ કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ બન્ને કામ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની અનુક્રમે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને નિર્મળ ગુજરાત ૨.૦ યોજના અંતર્ગત કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ટેકનોલોજી ડેવલપમેન્ટથી નાગરિકો માટેની સેવાઓ ઝડપી અને પારદર્શક બની છે. આજે કનેક્ટિવિટીની સુલભતાને લીધે સરકારની સેવાઓ તમારી આંગળીના ટેરવે આવીને ઊભી છે. આ પ્રસંગે તેમણે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની સ્વચ્છતાની કામગીરીને પણ બિરદાવી હતી.
ધારાસભ્ય પંકજ દેસાઈએ નડિયાદ શહેરમાં વિકાસના કાર્યોની રૂપરેખા આપતા જણાવ્યું કે ખેતા તળાવ પાસે નવા સિવિક સેન્ટરની ઓફિસ શરૂ થવાથી વિસ્તારના નાગરિકોને નગરપાલિકા સુધી ધક્કો ન કરતા તમામ પ્રાથમિક સુવિધાઓ નજીકના સિવિક સેન્ટર ખાતેથી મળી રહે છે. વધુમાં શહેરમાં સાઇકલ ટ્રેક, ચિલ્ડ્રન પ્લે એરિયા, બેડમિન્ટન કોર્ટ, ટોયલેટ બ્લોક, ડેકોરેટિવ બાંકડા, ડેકોરેટિવ એલ.ઈ.ડી લાઇટ, ફ્લાવર પોટ, ઝીબ્રા ક્રોસિંગ, કેટ આઈ સહિતના વિકાસ કામોના આયોજન વિશે તેમણે વાત કરી હતી. આવનાર સમયમાં સુપર સકર ડ્રેનેજ મશીન થી ઊંડી ગટરની સફાઈ કરાવવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, નડિયાદ ધારાસભ્ય પંકજભાઇ દેસાઈ, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, અગ્રણી અજયભાઇ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા ઉપપ્રમુખ કલ્પેશભાઇ રાવળ, કારોબારી ચેરમેન પરિનભાઇ બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલીયા, નગરપાલિકા ચીફ ઓફિસર રુદ્રેશ હુદડ સહિતના મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प