ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને સુરત RTO ગેરરીતિ થતી હોવાની અનેક વખત ફરિયાદો મળી હતી. ત્યારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે સુરત RTOની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. તેમણે RTOના જુદા-જુદા વિભાગોની ઓચિંતી મુલાકાત લઈને અધિકારીઓને કેટલાક સૂચનો આપ્યા છે. સુરત RTOમાં ગેરરીતિ થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જેને પગલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી RTOની સરપ્રાઈઝ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ અને લાયસન્સ ડેટાની ચકાસણી કરી હતી. સાથે જ અધિકારીઓને કેટલીક સૂચનાઓ પણ આપી હતી.
ગૃહ રાજ્ય પ્રધાન આવી રીતે ઓચિંતી મુલાકાત લેતા હોય છે. માર્ચ મહિનામાં જ તેમણે અમદાવાદમાં અચાનક સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા હતા. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શાહીબાગ ખાતેનો કાર્યક્રમ પડતો મૂકીને સાબરમતી જેલ પહોંચ્યા હતા. તેમની સાથે રાજય જેલ વડા પણ હાજર રહ્યા હતા. મંત્રીએ બે કલાકથી વધુ સમય મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલ સહિત સમગ્ર જેલ વ્યવસ્થાઓ તથા કેદીઓને અપાતી સુવિધાઓનું પણ સ્વનિરીક્ષણ કર્યું હતું.