सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્યતા અભિયાન ૨૦૨૪નો પ્રારંભ

પ્રાથમિક સદસ્યતા અભિયાનનો ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે શુભારંભ થયો છે

યેશા શાહ
  • Sep 5 2024 6:07PM
ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષા અને પ્રદેશ સ્તરે પ્રાથમિક સદસ્યતા અભિયાન 2024નો શુભારંભ થયો છે, ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ મુકામે જિલ્લા ભાજપ કાર્યાલય, કમલમમાં પણ આજથી ભારતીય જનતા પાર્ટી 2024નો ઉમળકાભેર પ્રારંભ થયો હતો. સદસ્યતા અભિયાનની શરૂઆતમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટે સહુ હોદ્દેદારો, કાર્યકરોને પ્રોત્સાહક  સંબોધન કરી આ રાષ્ટ્રના  સુશાશન અને વહીવટમાં  જેમનું મહત્વનું યોગદાન છે તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ સદસ્યતા અભિયાન શરૂ થયું છે ત્યારે એ પાર્ટીના સભ્ય બનવા આપણે જઈ રહ્યા છીએ તે આપણા સહુના માટે ખૂબ જ ગૌરવની બાબત છે.

સદસ્યતા અભિયાનના પ્રારંભે  નડિયાદના  ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, મહેમદવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ,માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર,ધારાભ્ય રાજેશભાઈ ઝાલા,પ્રદેશ ભાજપ મંત્રી જાહ્નવી બેન વ્યાસ,ખેડા જિલ્લા  પંચાયતના પૂર્વ પ્રમુખ નયનાબેન પટેલ, મહામંત્રી રાજેશભાઈ પટેલ ,ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ,
અમિતભાઇ ડાભીસહુ પદાધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના  સભ્ય  બન્યા હતા.

સદસ્યતા અભિયાન અંતર્ગત પત્રકારોને સંબોધતા ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે,ભારતીય જનતા પાર્ટી દેશ હોય કે પાર્ટી તેના સંવિધાનને પ્રાધાન્ય આપે છે તે  અંતર્ગત દર છ વર્ષે આ પ્રાથમિક સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાય છે ,ત્યારે ખેડા જિલ્લામાં પણ ભાજપના હોદ્દેદારો કાર્યકરો લોકો વચ્ચે જઈ ,પાર્ટીની કામ કરવાની રીત લોકોને સમજાવી તેમને ભાજપના પ્રાથમિક  સભ્ય બનાવવામાં આવશે.જિલ્લામાં સંસદ  સભ્ય, ધારાસભ્યો, હોદ્દેદારો કાર્યકરોના સહકારથી રાજ્યમાં  સદસ્યતા અભિયાનમાં ખેડા જિલ્લો અગ્રેસર રહે તેવા સનિષ્ઠ પ્રયત્નો હાથ ધરાશે.

નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે પ્રદેશમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર. પાટીલ પ્રાથમિક સભ્ય બન્યા પછી ખેડા જિલ્લામાં અમે સહુ  ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય બન્યા છીએ, અને ખેડા જિલ્લામાં તમામ વિધાનસભા વિસ્તારમાં જઇ 5.50 લાખ જેટલા પ્રાથમિક સભ્યો બનાવવાનું લક્ષ્ય છે.જે સુપેરે પૂરું કરાશે એમ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉમેર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार