કોલકાતા બળાત્કાર-હત્યા કેસનો ઉલ્લેખ કરતા મોહન ભાગવતજીએ કહ્યું, "આરજી કાર હોસ્પિટલમાં એક શરમજનક ઘટના બની હતી. ત્યા લોકો પણ વિરોધ કરી રહ્યા છે, ડોક્ટરો પણ હડતાલ કરી રહ્યા છે પરંતુ તેમ છતા ત્યા કેવી રીતે વાતને ટાળવામાં આવી રહી છે, તે એક અપરાધિક રાજકારણ છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ આજે વિજયાદશમીના અવસર પર મહારાષ્ટ્રના નાગપુરના રેશમ બાગ મેદાનમાં 'શાસ્ત્ર પૂજન' કર્યું તેમજ મોહન ભાગવતજીએ સ્વયં સેવકોને સંબોધિત કરતા દેશ અને દુનિયાના ઘણા મુદ્દા પર ચર્ચા કરી હતી. વધુમાં કહ્યું કે ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં આગળ શુ થવાનું છે અને તેટલા દેશ તેમની ચપેટમાં આવશે તેનાથી પુરી દુનિયા ચિંતીત છે. મોહન ભાગવતજીએ કહ્યું તે દુનિયામાં ભારતનું ગૌરવ વધ્યું છે, જમ્મુ-કાશ્મીરમાં પણ શાંતિપુર્ણ ચૂંટણી થઇ છે. પરંતુ કેટલાક એવા દેશ છે, જે ભારતના આગળ વધતા રોકે છે.
આરએસએસ ચીફે વધુમાં કહ્યું કે એવી શક્તિઓ છે જે ઇચ્છે છે કે ભારત પ્રગતિ ન કરે. તેઓ તમામ પ્રકારની યુક્તિઓનો ઉપયોગ કરશે, પરંતુ અત્યાર સુધી ભારત સિવાય બાકીના વિશ્વે પોતાના હિતોને બલિદાન આપવાનો માર્ગ પસંદ કર્યો નથી. બાંગ્લાદેશમાં શુ થયું ? હિંદુ સામજના લોકો પર અત્યાચાર થયો, હિંસા થઇ, હિંદુઓએ પોતાના બચાવ માટે રોડ પર આવવું પડ્યું. હિંદુ એવુ વિચારે કે અમે દુર્બળ છે, તો તે ખોટુ છે. જ્યા પણ હિંદુ છે સંગઠીત રહો, એક થઇને રહો.
મોહન ભાગવતજીએ કહ્યું કે બાંગ્લાદેશમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બાંગ્લાદેશને ભારતથી ખતરો છે, અટલે તે પાકિસ્તાનનો સાથ માગે છે, આવી ભડકાવ અફવા કોણ ફેલાવે છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલાની જેમ એકબીજા વચ્ચે લડવું સરળ નથી. બળવો ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં તેમને દેશની અંદર આવા સાથી મળે છે. સમગ્ર ભારતમાં, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં શું થઈ રહ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ. એટલે સમય પર આપણે જાગવું જરુરી છે.
મન- વચન પર કુપ્રભાવ
મોહન ભાગવતજીએ કહ્યું છે કે ભારતના લોકો પર જે રીતે મન-વચન પર કુપ્રભાવ પડી રહ્યો છે, તે નાની વાત નથી, બાળકો મોબાઇલ પર શુ જોઇ રહ્યો છે, કેટલો ઉપયોગ કરી રહ્યા છે, તેમની કોઇને જાણ નથી, માતા-પીતાનું કોઇ નિયંત્રણ નથી. તેમના પર નિયંત્રણ કરવું એ આપણા પરિવારની ફરજ છે.