31st અને ન્યુ યર પહેલા ઠાસરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
ઠાસરા પોલીસે બાતમી હકીકતના આધારે મકાન નાં ધાબાપર સંતાડેલ દારૂ નો જથ્થો ઝડપી પાડયો
ખેડા જિલ્લામાં ૩૧ ડિસેમ્બરને પોલીસ દ્વારા ચુસ્ત પેટ્રોલિંગ શરૂ કરાયું છે ત્યારે ઠાસરા તાલુકાના મૂળીયાદ ગામ નાં સીમ વિસ્તારમાં આવેલા એક મકાન નાં ધાબા ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂની ૧૦૦ પેટીઓ ઠાસરા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
૪ લાખ ૪૮ હજાર નાં મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા વનરાજ ચાવડા રહે. મૂળિયાદ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો જ્યારે મનીષ મહેરા રહે. કંથરજી નાં મુવાડા તા. બાલાસિનોર નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો, વનરાજ ચાવડા નામના આરોપીના મકાન નાં ધાબા પર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ છૂપાવવામાં આવ્યો હતો. કુલ ૪૮૦૦ નંગ ક્વાટર સાથે ૪ લાખ ૪૮ હજારના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प