કપડવંજમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર અપાયું
નૂપુર શમૉને ઝેડ પ્લસ સુરક્ષા અને ધમકી આપનારા ઉપર કાર્યવાહી કરવાની માંગણી
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આજે નૂપુર શર્મા અને નવીન જિંદાલને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવે, તેઓને ધમકી આપનારા ઉપર સખત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, અને ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું સસ્પેન્શન રદ કરી તેમને પાર્ટીમાંથી પરત લેવામાં આવે, તેવી માંગણી સાથે પ્રાંત અધિકારી ધર્મેશ મકવાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે વારાણસીની જ્ઞાનવ્યાપી મસ્જિદ મામલામાં દેશભરમાં ચર્ચા ચાલી હતી. જેમાં નૂપુર શર્માએ રાષ્ટ્રીય ટી.વી.ચેનલની ચર્ચામાં ઈસ્લામી માન્યતાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેને મોહમ્મદ જુબેરે ખોટી રીતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી નૂપુર શમૉ પર મહમદ પેગંબર સાહેબના ઉપર ટીપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. નવીન જિંદાલએ નૂપુર શર્માએ સમર્થન કર્યું હતું.
ત્યાર પછી ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા નૂપુર શર્મા અને નવીન જિંદાલને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી, માથું અને ધડ અલગ કરવાની તથા તેમના પરિવાર ઉપર પણ જાનથી મારી નાખવાની ધમકી ઉપરાંત નુપુર શમૉ ઉપર સામૂહિક દુષ્કર્મ કરવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જેથી નુપૂર શર્મા અને નવીન જિંદાલને ઝેડ પ્લસ સુરક્ષા, અને તેઓને ધમકી આપનારા ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે તેવું આવેદનપત્ર પ્રાંત અધિકારી, કપડવંજને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને આપવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प