सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રેમ સંબંધ માં જીવ ગુમાવવાનો વારો આવ્યો

ભિલોડા તાલુકા ના જેતપુર (ટોરડા)ગામમાં ગતરોજ રાત્રી ના સમય માં પ્રેમ સંબંધ ની અદાવત રાખી સામાન્ય બોલાચાલી દરમિયાન ઉગ્ર આવેશ આવી જતાં યુવક ના માથા ના ભાગે તીક્ષ્ણ હથિયાર માર઼ી શરીર ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી

હિતેન્દ્રસિંહ
  • Aug 2 2024 6:26PM
 ભિલોડા તાલુકા ના જેતપુર (ટોરડા)ગામમાં ગતરોજ રાત્રી ના સમય માં પ્રેમ સંબંધ ની અદાવત રાખી સામાન્ય બોલાચાલી દરમિયાન ઉગ્ર આવેશ આવી જતાં યુવક ના માથા ના ભાગે તીક્ષ્ણ હથિયાર માર઼ી શરીર ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત ને ઘાટ ઉતારતાં આજુ બાજુ ના વિસ્તાર માં સમાચાર વાયુવેગે ફેલાતાં સમગ્ર વિસ્તાર માં સન્નાટો છવાઈ ગયો હતો. ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હત્યારા વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
 ભિલોડા પોલીસ સ્ટેશન ના બુનનાબેન ગામીત ના જણાવ્યા અનુસાર જેતપુર ગામના ગામેતી લક્ષમણ ભાઈ ના પુત્ર સંજય ગામેતી મૃતક ને હત્યારા આશિષ ગામેતી ની ભાભી સ્નેહબાળા સાથે પ્રેમ સબંધ ની અદાવત માં આ ઘટના બની હોવાનું મનાય રહ્યું છે.મૃતક યુવક નો મૃતદેહ પી. એમ. અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલ માં ખસેડાયો હતો.મેડિકલ ઓફિસરે પી. એમ. કરી મૃતદેહ પરિવારજનને સોંપતાં પરિવારજન તથા સગા સબંધીઓ એ હૈયાફાટ રુદન કરતાં વાતાવરણ માં ગમગીની છવાઈ ગઈ હતી.મૃતક ના પિતા ગામેતી લક્ષ્મણ ભાઈ એ હત્યારા આશિષ શાંતિલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ભિલોડા પી.આઈ.એચ. પી. ગરાસિયા એ મૃતક ના હત્યારા ને ઝડપી લેવા તપાસ ના ચક્રો તેજ ગતી એ ગતિમાન કર્યા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार