નડિયાદ : "બાળવિવાહ મુકત ભારત" અભિયાન અંતર્ગત કેન્ડલ માર્ચ રેલી યોજાઇ
આ રેલી સંતરામ કન્યા છાત્રાલયથી શરૂ થઇને પૂર્વ કેબિનેટ મંત્રી દિનશા પટેલના નિવાસ સ્થાને પૂર્ણ થયેલ
ખેડા જિલ્લા બાળ સુરક્ષા એકમ, ખેડા જિલ્લા બાળ કલ્યાણ સમિતિ,પ્રયાસ ફાઉન્ડેશન, શ્રી સંતરામ કન્યા છાત્રાલય, માતૃછાયા આશ્રમના સંયુક્ત ઉપક્રમે "બાળવિવાહ મુકત ભારત" અભિયાન અંતર્ગત કેન્ડલ માર્ચ રેલીનુ આયોજન કરવામાં આવેલ જેમાં છાત્રાલય ની દીકરીઓ જોડાયેલ. આ રેલી સંતરામ કન્યા છાત્રાલયથી શરૂ થઇને પૂર્વ કેબિનેટ મંત્રી દિનશા પટેલના નિવાસ સ્થાને પૂર્ણ થયેલ. મા. દિનશા પટેલે સૌ દીકરીઓને પ્રેરણાદાયી પ્રાસંગિક ઉદ્દબોધન કરીને સૌ ને ધન્યવાદ પાઠવેલ.. આ રેલી નુ સંચાલન ર્ડો અલ્કાબેન રાવલે કરેલ.
આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ઇન્ચાર્જ ચેરમેન અમિત સોની, બાળ સુરક્ષા એકમના ર્ડો અલ્કાબેન રાવલ, સંતરામ કન્યા છાત્રાલય ટ્રસ્ટી વિનુભાઈ સુથાર, પ્રયાસ ફાઉન્ડેશનના વિમલ કાપડિયા, કાર્યકર ચિંતન મહેતા,માતૃછાયા આશ્રમ અધિક્ષક સંદીપભાઈ પરમાર, અન્ય અગ્રણીઓ, દીકરીઓ મોટી સંખ્યામાં જોડાઈને કાર્યક્રમ ને સફળ બનાવેલ..
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प